Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

આ બહેન બટકા ભરીને માલિશ કરવા માટે ફેમસ છે

ન્યુયોર્ક, તા. ર : અમેરિકાના ન્યુ જર્સીમાં ડોરોથી સ્ટેન નામના બહેન બેક-બાઇટિંગ મસાજ આપવા માટે ફેમસ છે. તેમની મસાજ કરવાની ટેકિનક એકદમ ડિફરન્ટ છે. માલીશ કરતી વખતે બહેન લિટરલી પીઠ પર બટકાં ભરે છે. તેઓ આખી પીઠના મસલ્સ પર બટકાં ભરી-ભરીને રિલેકસ કરી નાખે છે. મસલ્સને લવચીક બનાવવા અને લોહીનું ભ્રમણ સુધારવા માટે આ પ્રકારનો મસાજ ખૂબ કામનો છે એવો તેમનો દાવો છે. ડોરોથીએ દાંતથી મસાજ કરવાનું તેની મમ્મી પાસેથી શીખ્યું હતું. તે માત્ર પાંચ વર્ષની હતી ત્યારે એક વાર મમ્મીએ તેને પીઠ પર મસાજ કરી આપવાનું કહ્યું. ડોરોથીના હાથ એ વખતે એટલા કોમળ હતા કે ખૂબ ભાર આપીને હાથ ફેરવવા છતાં મમ્મીને મસાજ જેવી ફીલ આવી જ નહીં. આખરે તેની મમ્મીએ જ કહ્યું કે એક કામ કર, હાથ ફેરવવાને બદલે પીઠ પર બટકાં ભર. આ વાત એ વખતે ચમત્કાર જેવી વર્ક કરી ગઇ. બસ, એ પછી તો ડોરોથીને એમાં મજા આવવા લાગી. અલબત્ત, પચીસ વર્ષ પહેલા જયારે તેણે માલીશ કરવાની પ્રોફેશનલ સર્વિસ શરૂ કરી ત્યારે તે ટ્રેડિશનલ મસાજ જ આપી હતી. સેલિબ્રિટીઓમાં તે ખૂબ ફેમસ પણ થઇ. જોકે ઘણા વર્ષો પછી તેને અચાનક પોતાની મમ્મીનો બટકાં-મસાજ યાદ આવ્યો અને તેણે બ્લડ-સકર્યુલેશન સુધારવા માટે બાઇટ-મસાજ આપવાનું શરૂ કર્યું અને લોકોને એ ગમવા લાગ્યો. હવે હોલીવુડની સેલિબ્રિટીઓ ડોરોથી પાસે બાઇટ-મસાજ લેવા આવે છે અને એક સેશનના દસ હજાર રૂપિયા ચૂકવી જાય છે.(૮.૧૭) 

(3:39 pm IST)