Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

યોગનું આ એક આસન નિયમિત કરો ૬૦ વર્ષે પણ ૨૬ વર્ષના લાગશો

નવી દિલ્હી તા. ૨ : અનિયમિત ખાનપાન અને દિનચર્યાના કારણે કેટલાક લોકોની સ્કિન નાની ઉંમરમાં જ ડલ પડવા લાગે છે અને કરચલીઓ પણ પડવા લાગે છે. મોટાભાગના લોકો એજિંગનાં નિશાન સંતાડવા માટે એન્ટીએજિંગ ક્રિમ લગાવે છે, પરંતુ જો તમે તમારી ત્વચાને યુવા રાખવા ઇચ્છતા હોય તો, રોજ સિંહાસન કરવું જોઇએ. સિંહાસન નેચરલ એન્ટીએજિંગ ક્રીમનું કામ કરે છે.સિંહાસન કરવા માટે સૌપ્રથમ બંન્ને પગના પંજાને એકબીજા સાથે અડાડી તેના પર બેસી જાવ. ત્યારબાદ ડાબા હાથને ડાબા ઘુંટણ પર અને જમણા હાથને જમણા ઘુંટણ પર મૂકો. હવે લાંબો શ્વાસ લો અને મોં દ્વારા શ્વાસ બહાર છોડવો. હવે ડોકને સામેની બાજુ નમાવો. એમ કરવામાં દુખાવો થતો હોય તો ડોક સીધી પણ રાખી શકાય છે. શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા બેથી પાંચવાર કરવી. બંન્ને આંખથી એ રીતે જોવું કે, બંન્ને આંખ ભ્રમરની બરાબર વચ્ચે રહે. ત્યારબાદ મોં ખોલો અને જીભને બહાર કાઢો અને આ રીતમાં જ શ્વાસ અવાજ સાથે બહાર કાઢવો.સિંહાસન આંખો માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. તેનાથી આંખોની નસો મજબૂત બને છે. આ એક પ્રકારનું એન્ટીએજિંગ આસન છે, જે ચહેરાને એકસરસાઇઝ કરાવવાની સાથે-સાથે ચમક પણ વધારે છે. ત્વચાની કોમળતાને જાળવી રાખે છે. આ આસન નિયમિત કરવાથી મોટી ઉંમરે પણ વગર મેકપે તમે યુવાન લાગશો. (૨૧.૭)

(11:42 am IST)