Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

સૂકાઈ ગયેલ આઈલાઈનર ફેંકતા નહીં, તેનો પણ કરો ઉપયોગ

આઈલાઈનર તમારી આંખોની સુંદરતાને વધારે છે. આઈલાઈનર જ્યારે સૂકાઈ જાય છે તો લોકો તેને બેકાર સમજીને ફેંકી દે છે. પરંતુ, વાસ્તવમાં તમે તેના દ્વારા તમારા આઈબ્રોની સુંદરતા વધારી શકો છો.

તેના ઉપયોગ માટે સૌથી પહેલા સૂકાઈ ગયેલ આઈલાઈનર લઈ તેને તમારા આઇબ્રોના બેઝ પર લાઈનના શેપમાં લગાવો. હવે તેને આંગળીની મદદથી ફેલાવો. હવે તમારા આઈબ્રોના વાળને નીચેની તરફ કોમ્બ કરો.

હવે તમારા ટોપ બેઝ ઉપર પણ આવી રીતે જ લાઈન કરો. હવે તે લાઈનરને વાળ પર વ્યવસ્થિત રીતે લગાવી લો. હવે તમારા આઈબ્રોને કોમ્બ કરી શેપ આપો. અંતે અન્ય જગ્યાએ બ્રોઝ પાવડર લગાવી ફિનિશીંગ આપો.

(9:12 am IST)