Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ઠંડુ દુધ પીવાના ફાયદા જાણો છો?

દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે, જે શરીરને કેટલાય પ્રકારની બીમારીઓથી બચાવે છે. પરંતુ, કેટલાય લોકોને દૂધ પીવુ ગમતુ નથી. બાળકો તો દૂધથી પીછો છોડાવવા ખૂબ જ નખરા કરે છે. મોટા ભાગના લોકો ગરમ દૂધ પીવે છે. પરંતુ, શું તમે જાણો છો કે ઠંડા દુધનું સેવન પણ આપણા શરીર માટે ફાયદાકારક છે.

અયોગ્ય ખાણી-પીણીના કારણે આજકાલ ઘણા લોકોમાં મોટાપાની સમસ્યા જોવા મળે છે. ઠંડુ દૂધ પીવાથી શરીરનું તાપમાન નોર્મલ રહે છે. (શરીરનું તાપમાન વધારવા માટે કેલરી બર્ન કરી તેને પચાવવુ પડે.) એવુ કરવાથી વજન કંટ્રોલ રહે છે. ઠંડા દુધનું સેવન કરવાથી શરીર એકિટવ રહે છે. તેની સાથે સારી ઉંઘ પણ આવે છે. જ્યારે પણ શરીરમાં એનર્જી ઓછી લાગે તો ઠંડુ દુધ પીવુ. અયોગ્ય ખાણી-પીણીના કારણે કેટલાય લોકોને એસીડીટીની સમસ્યા હોય છે. ઠંડુ દુધ પીવાથી પેટમાં ગેસ થતો નથી અને પેટ દર્દની સમસ્યા પણ થતી નથી.

(9:11 am IST)