Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

નાસાએ મંગળ પર મોકલેલા ક્યુરોયોસિટી રોવરે વાદળો બંધાયા હોવાની તસવીરો ખેંચી

નવી દિલ્હી: નાસાએ મંગળ પર મોકલેલા ક્યુરોયોસિટી રોવરે વાદળો બંધાયા હોવાની તસવીરો ખેંચી છે, જે મંગળના વાતાવરણ મુજબ ઘણી દુર્લભ ઘટના હોવાનું મનાય છે. મંગળ પરનું વાતાવરણ ઘણું પાતળું અને સુષ્ક છે. નાસાના મતે મંગળ ગ્રહ પર પ્રકારના વાદળો વર્ષના સૌથી ઠંડા દિવસોમાં તેની ભૂમધ્ય રેખા ઉપર જોવા મળે છે. રેખા કાલ્પનિક છે અને તે મંગળ પોતાની ધરી પર ફરે છે તે મુજબ નક્કી કરાઈ છે. જ્યારે આવું થાય છે ત્યારે રાતો ગ્રહ સૂર્યથી ઘણો દૂર હોય છે. મંગળ ગ્રહ પરનું એક વર્ષ પૃથ્વી પર વિતાવેલા બે વર્ષની સમકક્ષ હોય છે.

નાસાના ક્યુરોસિટી રોવરે મંગળ પર વાદળો દેખાતા હોય તેવી તસવીરો લીધી છે જેનાથી વિજ્ઞાનિઓ પણ ચોંકી ગયા છે. નાસા અંગે એક દસ્તાવેજ તૈયાર કરી રહ્યું છે. નાસાના મતે વાદળો ગણા ચમકદાર હતા અને કેટલાક વાદળોમાં જુદા જુદા રંગો પણ જોવા મળ્યા હતા. વિજ્ઞાનિઓ ઘટનાની વધુ તપાસ કરશે. આવું કઈ રીતે સંભવ થયું અને મંગળ પર વાદળો કેવી રીતે થયા તેની વિસ્તાપૂર્વકની તપાસ કરાશે.

(5:13 pm IST)