Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી: નવા વર્ષની શરૂઆતમાં પેટ્રોલ 2.61,ડીઝલ 2.25 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું

નવી દિલ્હી: રોજ બરોજની વસ્તુઓમાં મોંઘવારીએ માઝા મૂકી છે પાકિસ્તાનની જનતા પર વધારે બોઝ આવી ગયો છે દેશમાં પેટ્રોલની કિંમતમાં 2.61 અને ડીઝલની કિંમતમાં 2.25 રૂપિયાનો પ્રતિ લીટર વધારો આવ્યો છે. ઇમરાન ખાન સરકારે દેશની તેલ ગેસ નિયામક પ્રાધિકરણની સિફારિશ પર ઇંધણમાં ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે.

               મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં 2.61 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 2.25 રૂપિયાનો વધારો થયો છે. આ કારણોસર લોકોને ખુબજ હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે.

(6:47 pm IST)