Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ઓએમજી..... જાન્યુઆરી 2020માં દુનિયામાં જન્મ લેશે 392078 બાળકો: સૌથી આગળના ક્રમ પર રહેશે ભારત

નવી દિલ્હી:યુનિસેફે નવા વર્ષની શરૂઆત પર દુનિયા આખીમાં જાન્યુઆરી મહિનામાં જન્મ લેનાર બાળકોને લઈને એક આંકડો રજૂ કર્યો છે યુનિસેફે આપેલ એક આંકડા મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  લગભગ 2020ના પ્રથમ મહિનામાં 392078 બાળકો જન્મ લેશે.યુનિસેફની એકઝીકયુટીવ ડાયરેક્ટર હેનરીટા ફોરે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીમાં આટલા બાળકો જન્મ લેશે જે પૈકી સૌથી વધારે બાળકો 67385 બાળકો ભારતમાં જન્મ લેશે તેમજ 46299 બાળકો ચીનમાં જન્મ લઇ શકે છે. 

                     વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ યાદીમાં ભારત પ્રથમ ક્રમે છે તેમજ ચીન બીજા ક્રમ પર આવી શકે છે પ્રથમ બાળક ફિજીમાં જન્મ લઇ શકે છે અને અંતિમ અમેરિકામાં. યુનિસેફ દર નવા વર્ષની શરૂઆતમાં પ્રથમ દિવસે જન્મેલ બાળકોને શુભ દિવસના રૂપમાં મનાવે છે.

(6:45 pm IST)