Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

મંદિરની બહાર મુકાઇ નવ ફુટ ઊંચી ઉંદરની પ્રતિમા

જપાનમાં ૨૦૨૦નું વર્ષ રેટ-યરનું પ્રતીક છે. એને કારણે હાલમાં જપાનમાં ઠેર-ઠેર ઉંદરની પ્રતિમાઓ જોવા મળે છે. ટોકયોમાં આવેલા એક મંદિરની બહાર તો ત્રણ મીટર એટલ કે લગભગ નવ ફુચ ઊંચા ઉંદરનું સ્ટેચ્યુ મુકાયું છે જે એક વોલન્ટિયર ગ્રુપે ભેગા મળીને બનાવ્યું છે. ગોલ્ડન કલરના ઉંદરના હાથમાં એક મશાલ પણ છે. એક મહિનાની મહેનત પછી બનેલી ઉંદરની પ્રતિમા ફેબ્રુઆરીના અંત સુધી અહીં જ રહેશે. દેશના લોકો ખુશ રહે અને સારી ખેતી થાય એવી ભાવના સાથે દર વર્ષે આ વોલન્ટિયર ગ્રુપ વિશાળ પ્રાણીઓના સ્ટેચ્યુ મંદિરની બહાર મુકે છે.

(3:57 pm IST)