Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પોલીસ પ્રજાની મિત્ર ઉક્તિ સાર્થક થઈ : રાજપીપળા ટાઉન પોલીસે કોરોના સાવચેતીના ભાગરૂપે 375 માસ્કનું વિતરણ કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં કોરોના બાદ ઓમિક્રોન વાયરસે દેશમાં પગ પેસરો કર્યો છે અને ઘણા જિલ્લામાં કોરોના અને ઓમિક્રોનના કેસ જોવા મળ્યા છે જેથી આરોગ્ય વિભાગ સતર્ક થયું છે અને અમુક જિલ્લામાં માસ્ક સહિતના કોવિડના નિયમનું કડક પાલન થઈ થયું છે તેવા સમયે નર્મદા જિલ્લામાં હજુ એકપણ કોરોનાનો કેસ આજસુધી સામે આવ્યો નથી છતાં તકેદારીના ભાગરૂપે સૌ સ્વસ્થ રહે તેવા શુભ આશયથી રાજપીપળા પોલીસ સ્ટેશનના પી.આઈ.એમ.બી.ચૌહાણએ સેવાકીય ભાવનાથી રાજપીપળા શહેરમાં ભીડ ભાળ વાળા વિસ્તારોમાં જઇ 375 જેટલા લોકોને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરી પોલીસ પ્રજાની મિત્ર છે એ ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી હતી.

(10:06 pm IST)