Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વલસાડ જિલ્લા એલસીબીએ MPથી 8 ટન યાર્ન 10 ટન પ્લાસ્ટિકના દાણાનો માલ છેતરપિંડી કરી બારોબાર વેચાણ કરતી ગેંગના ચાર આરોપીનો એલસીબીએ કર્યો પર્દાફાશ

જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાની સુચના અને એલસીબી પીઆઇ જે.એન. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી.એચ.પનારા તથા સ્ટાફના માણસો બુધવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા બાતમી ના આધારે વાપી ડુંગરી ફળિયાના એક ગોડાઉનમાંથી 11.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા માર્ગદર્શનથી જિલ્લા પોલીસે રાજ્યમાં સારી નામના મેળવી છે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન થી એલસીબીની ટીમે પણ ડિટેકશન માં સારી નામના ધરાવી છે
મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાથી 8 ટન યાર્ન અને 10 ટન પ્લાસ્ટિકના દાણાનો માલ છેતરપિંડી કરી બારોબાર વેચાણ કરતી ગેંગના ચાર આરોપીને એલસીબીએ વાપી ડુંગરીફળિયા સ્થિત એક ગોડાઉનમાંથી પકડી પાડી તેઓ પાસેથી રૂ.11.94 લાખનો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સુચના અને એલસીબી પીઆઇ જે.એન.ગો સ્વામીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી.એચ.પનારા તથા સ્ટાફના માણસો બુધવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન એએસઆઇ અલ્લારખુ અમીરને મળેલી બાતમીના આધારે વાપી ડુંગરી ફળિયા મિલ્લતનગર સીમા કોમ્પ્લેક્ષની બાજુમાં શ્રીનિવાસ યાદવના ગોડાઉનમાંથી ચાર આરોપીઓને પકડી પાડી અંદરથી પોલીસ્ટર યાર્ન બોરી-141 કિં.રૂ.1 1,84,154 અને પાંચ ફોન કિં.રૂ.10,000 મળી કુલ રૂ.11,94,154નો મુદ્દામાલ ડુંગરા પોલીસ મથકમાં સોંપી પૂછપરછ હાથ ધરાઇ હતી.પૂછપરછમાં આરોપીઓએ જણાવેલ કે, આ પોલીસ્ટર યાર્નનો માલ વાપીના શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક શ્યામવીર સીંગએ પકડાયેલ આરોપી મહોમદ સમીર સલીમ મનિહાર તથા મહેતાબ મજીબુલ્લા ખાન દ્વારા ગોડાઉનના માલિક શ્રીનિવાસ સત્યનારાયણ યાદવને નીચા ભાવે ખરીદ કરી ગોડાઉનમાં ખાલી કરાવ્યો હતો. અને સારો ગ્રાહક મળે તો ઉંચા ભાવે વેચાણ કરવાના હતા.
જેની તપાસ કરતા મધ્યપ્રદેશના મન્દસૌર પોલીસ મથકમાં આ અંગે છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ હતી. તેમજ આરોપી શ્યામવીર સીંગ પાસેથી મોહમદ સમીર તથા મુસ્તાકએ અઢી મહિના પહેલા 10 ટન પ્લાસ્ટિકના દાણા બીલ વગર ખરીદી નહી પકડાયેલ આરોપી રાજેશ પાંડે રહે.વાપીને વેચાણ કર્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 100 ટકા માલ કબજે લીધા છે.આ રીતે છેતરપિંડી કરતા હતા
વોન્ટેડ આરોપી શ્યામકુમાર કંપનીમાં ટ્રાન્સપોર્ટર તરીકે ઓળખ આપી ભાડાનો માલ નક્કી કરી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં કંપનીની ઓળખ આપી માલ ભરાવી કંપની તથા ટ્રાન્સપોર્ટ વાળાઓ સાથે છેતરપિંડી કરી અન્ય આરોપીઓ સાથે બારોબાર માલ વેચાણ કરી લાભ મેળવવાની ટેવવાળો છે. આરોપી શ્યામકુમાર વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં પણ વોન્ટેડ છે.
 એલસીબીએ વાપીથી આરોપી શ્રીનિવાસ સત્યનારાયણ યાદવ રહે.ચણોદ કોલોની શાંતિ સોસાયટી, મહેતાબ મજીબુલ્લા ખાન રહે.ડુંગરા લવીસ ગાર્ડન, મહોમદ સમીર સલીમ મનિહાર રહે.ડુંગરા લેવીસ ગાર્ડન અને મુસ્તાકઅલી ગયાસુદ્દીન ખાન રહે.ડુંગરા લેવીસ ગાર્ડન તમામ મુળ યુપી ને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ચારેય પૈકી આરોપી મોહમદ સમીર મનિહાર વિરૂદ્ધ સેલવાસમાં 4 ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.જિલ્લા એલસીબી ટીમની કામગીરી જિલ્લામાં પ્રશંસાને પાત્ર બની છે

(11:42 am IST)