Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સાંતલપુરના વૌવાનો ખેડૂતપુત્ર નવીન આહીર બન્યો Dy.SP : કોચિંગ કલાસ વિના ૭ પરીક્ષાઓ પાસ કરી

કોચિંગ કલાસ વિના ૭ પરીક્ષાઓ પાસ કરી પિતા મીઠું પકવી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં

 

સાંતલપુર તાલુકાના વૌવા ગામના ખેડૂત પુત્ર નવીન આહીરે જીપીએસસી પરીક્ષા પાસ કરી સમગ્ર ગુજરાતમાં ૧૬માં રેન્કમાં આવી ડીવાયએસપી બનવાની સફ્ળતા પ્રાપ્ત કરી છે.

નવીન આહિરે વર્ષ 2017માં કોઈ જ કોચિંગ ક્લાસ લીધા વિના જ તલાટીની પરીક્ષા પાસ કરી હતી અને બાદમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ પી.આઈની પરીક્ષાઓ પાસ કરી ક્લાસ-૨ અધિકારી બન્યો હતો.

બાદમાં જીપીએસસી પાસ કરવા મહેનત શરૃ કરી હતી અને જી.પી.એસ.સીની પરીક્ષામાં ગુજરાતમાં ૧૬મો રેન્ક મેળવી Dy.SP તરીકેની પરીક્ષામાં સફ્ળતા મેળવી હતી.

સફ્ળતા શિખરો સર કરનાર નવીન આહીરે જણાવ્યું હતું કે , તેના પિતાજી મીઠું પકવી ઘરનું ગુજરાન ચલાવતા હતા તેમજ કચ્છમાં વાડીઓમાં પણ ખેતી અને મજૂરી કામ માટે જવુ પડતું હતું અને તેના કારણે અલગ અલગ શાળાઓમાં અભ્યાસ કર્યો હતો જો કે પિતાની ઈચ્છા હતી કે છોકરો મોટો અધિકારી બને અને એ મહત્વકાંક્ષાને લઈને તનતોડ મહેનત શરૃ કરી અને આજે સફ્ળતા મેળવી છે.

(11:43 pm IST)