Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં અગમ્ય કારણોસર 21 વર્ષીય યુવક-યુવતીએ ફાસો ખાઈ જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: શહેરની આજવા રોડની રામનગર સોસાયટીમાં રહેતી ૨૧ વર્ષની યુવતી અને હરિકૃષ્ણ ટાઉનશીપના શોપિંગ સેન્ટરની દુકાનમાં યુવકે આપઘાત કરી જીવન ટુંકાવી દીધા છે.

બાપોદ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજવા રોડ રામનગરમાં રહેતી નયના પૂનમભાઇ મારવાડી (..૨૧) ઘરકામ કરે છે. અને તેના પિતા છૂટક મજૂરી કામ કરે છે. ગઇકાલે સાંજે નયનાએ બાથરૃમમાં દુપટ્ટા વડે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધુ છે નયનાના આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.

જ્યારે અન્ય એક બનાવમાં આજવા રોડ હરિકૃષ્ણ ટાઉનશીપ શોપિંગ સેન્ટરમાં રહેતો અંકીત ભદ્રીકભાઇ સોલંકી (..૩૦) હાલમાં કોઇ કામ કરતો નથી. તેની પત્નીથી અલગ એકલો રહે છે. આજે સવારે તેને સાલ વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

(4:49 pm IST)
  • રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ આજે વયમર્યાદાના કારણે ગૃહ વિભાગમાંથી નિવૃત્ત થતા સરકારે તેમને રાજ્યના વિજીલન્સ કમિશનર તરીકે નિમણુંક આપી છેઃ અત્યાર સુધી આ જગ્યાનો વધારાનો હવાલો તેમની પાસે હતોઃ સંગીતા સિંઘને લાગુ પડતો વિગતવાર હૂકમ હવે પછી થશે access_time 5:11 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST

  • ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની આજ 31 ઓક્ટોબરના રોજ પુણ્યતિથિ : 1984 ની સાલમાં હત્યા થઇ હતી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી access_time 12:36 pm IST