Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

વાવડીના કંગાલ ફળીયામાં 3,540 ના જુગાર સાથે 05 શખ્શોને પકડી પાડતી રાજપીપળા પોલીસ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા પાસે આવેલા વાવડી ગામમાં પોલીસે રેડ દરમ્યાન પાંચ શખ્સોને જુગાર રમતા મુદામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે.
  પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા પોલીસે બાતમીના આધારે નાંદોદ તાલુકાના વાવડી ગામના કંગાલ ફળીયામાં તા 30 ઓગસ્ટની રાતે 10.30 કલાકે છાપો મારી ત્યાં જુગાર રમતા શખ્સોમાં ( ૧ ) નરેશભાઇ મોહનભાઇ વસાવા તથા ( ૨ ) દિલીપભાઇ કમલેશભાઇ વસાવા ( ૩ ) શૈલેષભાઇ કનુભાઇ વસાવા તથા ( ૪ ) જશવંતભાઇ સાવનભાઇ વસાવા ( ૫ ) ભયલાલભાઇ પ્રહલાદભાઇ વસાવા (તમામ રહે.વાવડી તા.નાંદોદ જી.નર્મદા )નાઓને અંગઝડતીમાંથી રોકડા રૂ .૨૪૦૦ તથા દાવ ઉપરના રૂ .૧૧૪૦ કુલ્લે રૂ.૩,૫૪૦ ના મુદામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે

(11:42 pm IST)