Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

સમારીયા ગામની સીમમાં જુગાર રમતા 10 શખ્સોને રાજપીપળા પોલીસે રૂ.10,400 સાથે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે સમારીયા ગામની સીમમાં જુગરધામ ઉપર છાપો મારી દસ શખ્શોને રોકડ સાથે પકડી પાડ્યા હતા.

  મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસના માણસોએ બાતમીના આધારે સમારીયા ગામની સીમમાં તા.30 ઓગસ્ટ બપોરે 12.30 વાગે રેડ કરતા ત્યાં જુગાર રમતા દસ પૈકી સંજયભાઇ ચતુરભાઇ તડવી ( ૨ ) કમલેશભાઇ સુમનભાઇ તડવી ( 3 ) નરેશભાઇ મનાભાઇ તડવી તમામ રહે.મોટાઆંબા તા.ગરૂડેશ્વર ( ૪ ) શૈલેષભાઇ ભગવાનભાઇ તડવી | ( ૫ ) રવિન્દ્રભાઇ ઉર્ફ રવો અંબાલાલભાઇ તડવી ( ૬ ) યશપાલભાઇ ઉર્ફે એવો ભાનુભાઇ તડવી | ( ૭ ) હેમંતભાઇ ઉર્ફે પસી ભાનુભાઇ તડવી ( ૮ ) અર્જુનભાઇ નટવરભાઇ તડવી ( ૯ ) સુરેશભાઇ ઉર્ફે કાકો મગનભાઇ તડવી તમામ રહે , સમારીયા તા.ગરૂડેશ્વર જી.નર્મદા ( ૧૦ ) સુરેશભાઇ રતિલાલભાઇ વસાવા (રહે , સુંદરપુરા તા.નાંદોદ જી.નર્મદા )નાઓની અંગઝડતીમાંથી રોકડા રૂ .૯૨૩૦ તથા દાવ ઉપરના રૂ .૧૧૭૦  મળી કુલ્લે કિંમત રૂ .૧૦,૪૦૦ ના મુદામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો હતો

(11:33 pm IST)