Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ઢોલાર ગામમાં કોઈ કામ ન કરતા પુત્રને પિતાએ ઠપકો આપતા ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકના ઢોલાર ગામના યુવાને માતા પિતાના ઠપકા બાદ લાગી આવતા ઝેરી દવા ગટગટાવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર ઢોલાર ગામમાં રહેતા અક્ષયભાઇ સંજયભાઇ વસાવા (ઉ.વ .૧૯) કોઈ કામ ધંધો કરતો ન હોવાથી  તારીખ 25 ઓગસ્ટ ની સાંજે તેના માં બાપ એ  કોઇ કામ ધંધો કરવા માટે થપકો આપતા આવેશમાં આવી જઈ ઝેરી દવા પી જતા સારવાર રાજપીપળા સિવિલમાં હોસ્પિટલ કરાવી વધુ સારવાર માટે વડોદરા ખાતે દાખલ કરેલ જયા તા.30 ઓગસ્ટ એ સાંજે 4 વાગે સારવાર દરમીયાન તેનું મોત થતા આમલેથા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(11:32 pm IST)