Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

કરાઠા ગામની સીમમાં જુગાર રમતા 07 જુગારીયાઓને રાજપીપળા પોલીસે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના કરાઠા ગામની સીમમાં જુગાર રમતા લોકોને રાજપીપળા પોલીસે છાપો મારી ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસે શ્રાવણીયા જુગાર ઉપર બાઝ નજર રાખી દિવસ દરમ્યાન કેટલાક સ્થળો પર રેડ કરી જુગારીયાઓને પકડી લીધા હોય જેમાં કરાઠા ગામની સીમમાં જુગાર રમતા સાત શખ્સોમાં ( ૧ ) કમલેશ રમેશભાઇ વસાવા( ૨ ) વિક્રમ મહેશભાઇ વસાવા ( ૩ ) મુકેશ પાંચીયાભાઇ વસાવા તથા ( ૪ ) જયંતિ દાવનભાઇ વસાવા તથા ( ૫ ) કલ્પેશ  ગોપાલ વસાવા ( ૬ ) વિશાલ રણછોડભાઇ વસાવા ( ૭ ) અજય સિમનભાઇ તડવી( તમામ રહે.કરાઠા) ને પકડી અંગ ઝડતી તથા દાવ પરના મળી કુલ રૂપિયા ૧૦.૨૦૦  ના મુદામાલ સાથે પકડી લઈ ગુનો દાખલ કર્યો છે.

 

(11:31 pm IST)