Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ફુલવાડી બસ સ્ટેશન પાસે ફોર વ્હીલ એ મોટરસાઇકલને ટક્કર મારતા ચાલકને ગંભીર ઇજા કરતા ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના ફૂલવાડી ગામના બસ સ્ટેન્ડ પાસે એક ફોર વ્હીલ ગાડીના ચાલકે મોટરસાઇકલ સાથે અકસ્માત કરતા મો.સા. ચાલકને ગંભીર ઇજાઓ કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ વિપીનભાઈ ઈશ્વરભાઈ તડવી( રહે - ઝરવાણી તા.ગરૂડેશ્વર જી.નર્મદા ) નાઓએ આપેલી ફરીયાદ મુજબ તા .૨૯ ઓગસ્ટ ના રોજ તેઓ પોતાની મો.સા.નં GJ - 06 - BJ- 3682 લઈ પોતાના કામ ઉપરથી પરત ઘરે જતા હતા તે વખતે સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ફુલવાડી ગામના બસ સ્ટેન્ડ પાસે પાછળથી એક ફોર વ્હીલ ગાડી નં . GJ - 16.IC .0680 ના ચાલકે પોતાની ફોર વ્હીલ ગાડી પુરઝડપે હંકારી લાવી તેમની મોસા.ને અથાડી એકસીડન્ટ કરી માંથાના કપાળના ભાગે તથા શરીરે ઈજાઓ પોહચાડી ગુનો કરતા રાજપીપળા પોલીસે ફોર વ્હીલ ના ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:30 pm IST)