Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

વડિયા રોયલ સન સીટી સોસાયટીમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

રાજપીપળા નજીક વડિયા ગામમાં આવેલ રોયલ સનસીટીમાં કોરોના ગાઈડ લાઇનના પાલન સાથે સાદગીથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોનાને કારણે સતત એક વર્ષથી ધાર્મિક કાર્યક્રમો બંધ હતા પરંતુ ચાલુ સાલ કોરોનાની બીજી લહેર ઓછી થતા સરકારે ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીમાં આંશિક છૂટછાંટ આપી છે જેના કારણે રાજપીપળા નજીક વડિયા ગામ ખાતે આવેલ રોયલ સન સિટીમાં યુવાનોએ ભેગા મળી જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.
 જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે કરોના હજુ ગયો નથી તે ધ્યાને રાખી સંપૂર્ણ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરી અને કરાવીને જન્માષ્ટમી પર્વ ઉજવાયો હતો, ખુબજ સુંદર ડેકોરેશન કરી અને નાના બાળકોને રાજી રાખવા વેશ ભૂષા કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં ઓછી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો અને ઉજવણી કરાઈ હતી, ખાસ કરીને ચાલુ સાલ કોરોનાને કારણે સરકારની સૂચનાથી માટલી ફોડ સ્પર્ધા બંધ રખાઈ હતી, કૃષ્ણ ભક્તો દર્શન કરવા આવે તો તેમને સેનિટાઈઝર થી હાથ ધોવડાવી તથા જેમણે માસ ના પહેર્યું હોય તેમને માસ્ક પણ આયોજક યુવાનો દ્વારા પહેરાવવામાં આવતું હતું, પરંતુ નાના ભૂલકાઓને રાધા કૃષ્ણ બનાવાની સ્પર્ધા રાખી બાળકોને રાજી કર્યા હતા, સાથે મંડપ પાસે ભીડ ભેગી ના થાય તેમજ આવનાર ભક્તો વેક્સિનને લઈને જાગૃત બને તે માટે બેનરો લગાવી કૃષ્ણ જન્મોત્સવની સાથે સાથે કોવિડ ગાઈડ લાઈન વિશે લોકોમાં જાગ્રુતતા ફેલાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું, વડિયા રોયલ સન સિટીમાં ઉજવાયેલા જન્માષ્ટમીના પર્વમાં યુવાનો અને સોસાયટીના રહીશોએ કોરોનાનું ધ્યાન રાખી સાદગીથી પરંતુ ઉષ્માભેર જન્માષ્ટમીની ઉજવણી કરીહતી.

 

(11:28 pm IST)