Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની મંજુર થયેલ 26 જગ્યામાંથી 19 જગ્યા ખાલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા માં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો જે કારણે કોવીડ હોસ્પિટલ સુમસામ છે અને કોવીડ હોસ્પિટલમાં હંગામી ધોરણે ભરતી કરાયેલા કે પ્રતિનિયુક્તિ પર આવેલા તમામ તબીબો પણ પરત ગયા છે તો બીજીબાજુ સિવિલ હોસ્પિટલ ની દશા યથાવત છે.

પ્રાપ્ત માહિતી મુજબ કોરોના મહામારીના બીજા રાઉન્ડમાં દર્દીઓ ની વધતી સંખ્યા અને મૃત્યુ આંકને કારણે તંત્રની દોડધામ વધી ગઈ હતી અને પરિસ્થિતિ પારખી કલેક્ટર નર્મદાએ કોવીડ  હોસ્પિટલ ખાતે સરકારી ગ્રાન્ટ સીએસઆર ફંડ વગેરેમાંથી વેન્ટિલેટર. ઓક્સીજસન ટેન્કની વ્યસ્વસ્થા કરી લેબ પણ ચાલુ કરી પણ હાલ મહામારી નહિ હોવાથી તંત્ર એ સિવિલ હોસ્પીટલ  તરફ ધ્યાન આપવું રહ્યું એની દશા તો એજ છે સિવિલ હોસ્પિટલમાં મહેકમ મંજુર હોવા છતાં નિષ્ણાત તબીબો જેવાકે જનરલ સર્જન,ગાયનેક પીડીયાટ્રીસિયન,ઇએનટી ફિઝિશિયન રેડીયોલોજિસ્ટ જેવા નિષ્ણાત તબીબોની કુલ 26 મંજુર થયેલી જગ્યા પૈકી 19 તબીબોની જગ્યા ખાલી છે ત્યારે આ જગ્યો ઓ પર સત્વરે નિમણુંક થાય અને ગરીબ દર્દીઓની સુવિધા માં વધારો થાય તે માટે સરકારે સત્વરે કાર્યવાહી કરવી જોઈએ જોકે હવે રાજપીપલામાં મેડિકલ કોલેજ થશે તેવી જાહેરાત થઇ છે જેથી તમામ  આરોગ્ય સુવિધા મળી રહેશે તેવું કહેવાય છે ત્યારે એમતો પાંચ વર્ષ. અગાઉ આયુર્વેદ કોલેજની પણ જાહેરાત થઇ છે જે શરુ થતા જિલ્લાને એલોપથી અને આયુર્વેદ એમ બંને પ્રકારની આરોગ્ય સેવાઓ પ્રજાને મળી રહેશે તેવી આશા રાખી શકાય

(11:26 pm IST)