Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

વલસાડ સીટી પોલીસે જન્માષ્ટમીની રાત્રીએ 3 સ્થળોએ રેડ કરી : 34 જુગારીયાઓને 1.40 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

સૌથી વધુ હનુમાનભાગડા વિસ્તારમાં 20 જુગારીયાઓને રોકડા રૂ. 60,520 સાથે કુલ મુદ્દામાલ 92 હજારનો જપ્ત કર્યો છે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ સીટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે શહેરના ધોબીતળાવ,બરૂડિયાવાડ અને હનુમાન ભાગડા વિસ્તારમાં રેડ કરીને 34 જુગારીયાઓને તીન પત્તીનો જુગાર રમતા ઝડપી પાડયા હતા.પોલીસે ત્રણેય રેડમાં રોકડા રૂ.85,470 મળી કુલ 1.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો સીટી પોલીસ મથકે અલગ અલગ ગુનાઓ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.જન્માષ્ટમી પર્વ નિમિત્તે સીટી પોલીસે શહેરમાં જુગાર ન રમાય તે માટે શહેરના મુખ્ય માર્ગો ઉપર જન્માષ્ટમી પૂર્વે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરી લોકોને તાકીદ કરી હતી જન્માષ્ટમી ની રાત્રીએ સીટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ધોબીતળાવ વિસ્તારમાં રેડ કરી 8 જુગરિયાઓને રોકડા રૂ.6,750 સાથે કુલ 8,380નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો,બરૂડિયાવાડ ખાતે રેડ કરીને 6 જુગરિયાઓને રોકડા 18,200 સાથે 40,450ના કુલ મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે હનુમાન ભાગડા વિસ્તારમાંથી 20 જુગરિયાઓને રોકડા રૂ.60, 520 સાથે કુલ 92,020નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો,ત્રણેય જુગાર મળી 34 ઇસમોને રોકડા રૂ. 85,470 સાથે કુલ 1,40,850નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો હનુમાન ભાગડાગામેથી પકડાયેલા જુગારીયાઓના નામ નવીન બુધા ટંડેલ, હેમંત નારણ ટંડેલ, હેમંત જીવણ પટેલ, પ્રતીક સુભાષ પટેલ, કિશોર બાબુ રાઠોડ, મિલન સુભાષ પટેલ, સુનિલ નગીન પટેલ, યોગેશ વિજય પટેલ, નરેન્દ્ર બીજીયા ટંડેલ, ગિરીશ હસમુખ પટેલ, પ્રવીણ મોહન રાઠોડ, વિવેક રાજેશ પટેલ, પંકજ ભાણા રાઠોડ, રાજેશ ઠાકોર રાઠોડ, સંદીપ સોમા રાઠોડ, પીન્ટુ કિરણ પટેલ, કિસન શૈલેષ પટેલ, વિનોદ બાબુ પટેલ અજય સુભાષ પટેલ ડિસ્પેન્સરી રોડ બરૂડિયાવાડથી પકડાયેલા જુગારીયાઓ ના નામ ભરત શંકર બરૂડિયા, સાગર હર્ષદ રાજપુત, પરેશ રમેશ ઢીંમર, રાજેશ રમણ બરુડીયા, કુલ કેશ ભીખુ બરુડીયા, પ્રતીક જયંતીલાલ કાપિયા તમામ આરોપીને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધા હતા આ અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે

(11:23 pm IST)