Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

લ્‍યો કરો વાત આવુ પણ બને છે

બનાસકાંઠાના પાણીની તંગીવાળા ગામની છોકરીને કોઇ પરણવા તૈયાર નથી

બનાસકાંઠાના ધાનેરા સુઇગામ, ડીસા, દાંતીવાડા વિસ્‍તારમાં ટેન્‍કર દ્વારા પાણી અપાઇ રહ્યું છે જે દિકરીઓની સગાઇ માટે બાધારૂપ બને છે

બનાસકાંઠારાજ્યમાં એક તરફ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ ઉતર ગુજરાતમાં વરસાદ ખેંચાઈ જતા લોકો પાણી માટે ટેન્કરનો આધાર રાખવા મજબૂર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અપૂરતા વરસાદના લીધે નદી-તળાવ જેવા કુદરતી જળસ્ત્રોત સુકાઈ ગચા છે, તો બોર, કુવાઓના તળ પણ ઉંડા ઉતરી ગયા છે. પરિણામે ભર ચોમાસામાં પાણીની અછત ઉદ્ભવી છે. લોકોએ પાણી માટે ટેન્કર પર મદાર રાખવો પડી રહ્યો છે.

બનાસકાંઠાના ધાનેરા, સુઈગામ, ડીસા, દાંતીવાડા વિસ્તારમાંમાં ટેન્કર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. સ્થાનિકો કહી રહ્યાં છે કે એક હજાર રૂપિયા આપવા છતાં ટેન્કર આવવા તૈયાર નથી. પીવાના પાણી સાથે નહાવા-ધોવાની પણ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો કહે છે જયારે પણ ટેન્કર આવે છે ત્યારે બધા કામ મુકીને આવવું પડે છે, નહીતર પીવાનું પાણી પણ નથી મળતું. સ્થાનિકો કહી રહ્યાં છે કે કુવા અને બોરમાં પણ પાણી નથી, જેથી માલ-ઢોરને પાણી કેવી રીતે આપવું પણ મોટી મુશ્કેલી છે. વિસ્તારોમાં પાણીની અછતના કારણે ગામોમાં કોઈ દીકરી પરણાવવા પણ તૈયાર નથી.

વરસાદ થતા પાણીની મુશ્કેલી સર્જાઇ છે તે બાબતે જિલ્લા વહીવટીતંત્ર પણ વાકેફ છે. જિલ્લાના કલેક્ટર પણ સ્વીકારી રહ્યા છે કે ડેમ ખાલીખમ અને ભુગર્ભ જળ ઉંડા જગ્યા હોવાથી પાણીની સમસ્યા વિકરાળ બની છે.ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાઈ જતા સૌથી કફોડી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ ખેંચાતા સિંચાઈ બાદ હવે પીવાના પાણીની સમસ્યા પણ ઉદ્ભવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લાના જળાશયો તળિયાઝાટક સ્થિતિમાં છે.ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 32.15 ટકા વરસાદ નોંધાયો છે.ચોમાસાના 84 દિવસમાં સરેરાશ 9.50 ઈંચ વરસાદ પડ્યો છે.

(10:57 pm IST)