Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

અમદાવાદ મ્‍યુ. કોર્પો.માં હવે ફર્નીચર ખરીદીમાં મનમાની ચાલશે નહિ

મ્‍યુનિ.કમિશનરે નવો પરિપત્ર બહાર પાડ્યો : જુના સરસ્‍કયુલર મુજબ જ વહીવટી પ્રક્રિયા અનુસારવા તાકીદ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ ખાતાઓના વડા દ્વારા બારોબાર ફર્નિચરની ખરીદી કરાતી હોવાની ફરિયાદો ઉઠી હતી પણ આખરે અમદાવાદ મ્યુનિ. કમિશનરની નજર પડતાં તેમણે આજે મહત્ત્વનો પરિપત્ર કર્યો છે. અમદાવાદ મ્યુનિ. કમિશનરે તમામ ખાતાઓના વડાને ઉદ્દેશીને પરિપત્ર કર્યો છે કે, વિવિધ ખાતાના વડાઓ દ્વારા બારોબાર કરવામાં આવતી ફર્નિચરની ખરીદી ઉપર બ્રેક મારી છે.

વિવિધ પ્રકારના ફર્નિચરની ખરીદી કરવા માટે જુનો સરક્યુલર યાદ કરાવીને વહીવટી પ્રક્રિયા અનુસરવાની તાકીદ કરી છે. અહીં પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે, જુનો સરક્યુલર હોવા છતાં બારોબાર ફર્નિચરની ખરીદી કોણ કરી રહ્યું હતુ અને તેવી ખરીદી કરનારા સામે શું પગલાં લેવાશે.

અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા આજે એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં તમામ ખાતાઓના વડાઓને ફર્નિચર ખરીદી માટેની વહીવટી પ્રક્રિયાને અનુસરવા માટે આદેશ કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે, જે તે ખાતાના વડા અધિકારીઓને 1.25 લાખની મર્યાદામાં ફર્નિચર મેળવવા માટે જરૃરી બજેટની ફાળવણી કરી, પોતાના ખાતાના ડે. કમિશનરની વહીવટી અને નાણાંકીય મંજુરી મેળવવાની રહેશે.

ડે. કમિશનરની મંજુરી મળ્યા બાદ જે તે ખાતાએ મંજુર થયેલા ફર્નિચરનું બજેટ ફાળવી, ઇન્ડેન્ટ ભરી જરૃરી ફર્નિચર સેન્ટ્રલ સ્ટોર્સ ખાતેથી મેળવવાનું રહેશે. ઇન્ડેન્ટ વગર ફર્નિચર ઇસ્યુ થઇ શકશે નહીં. 1.25 લાખથી વધુ કિંમતના ફર્નિચર તેમજ સેન્ટ્ર્લ સ્ટોર્સ પાસે ઉપલબ્ધ ન હોય તેવા ફર્નિચરની જરૃરિયાત માટે ફરજિયાત મ્યુનિ.કમિશનરની મંજુરી મેળવવાની રહેશે. ફર્નિચરને લગતી કોઇપણ આઇટમ કોઇપણ ખાતાએ ખરીદવાની રહેશે નહીં.

(10:25 pm IST)