Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

સુરતપાલિકાએ ૧પ૦ ફરીયાદ નોંધાવી બે કરોડનો દંડ વસુલ કર્યો છતા રખડતા ઢોરનો સળગતો પ્રશ્ન જૈશે થે !!

અસંખ્ય વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા બારે માસ રહે છે રખડતા ઢોર સાથે જયારે વાહન ટકરાય ત્યારે પશુપાલકો અને વાહન ચાલકો વચ્ચે અનેકવાર જીભા જોડી -મારામારીના બનાવો પણ બને છે

સુરત : સુરત મહાનગરપાલિકાએ શહેરમાંથી રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે છેલ્લા પાંચ વર્ષમાં બે કરોડ રૂપિયાથી પણ વધારેનો દંડ અને 150 કરતા પણ વધારે પોલીસ ફરિયાદ કરી છે. છતાં આજે પણ શહેરમાં રખડતા ધોરણો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે. માર્કેટ વિભાગના ધિકારીઓનું માનીએ તો અપૂરતો સ્ટાફ, કામગીરીમાં રાજકીય નેતાઓની દખલ અંદાજી અને કેટલાક માથાભારે પશુપાલકો દ્વારા પાલિકાના સ્ટાફ પર કરવામાં આવતા હુમલાના કારણે નક્કર કામગીરી થઇ શકતી નથી.

રખડતા શ્વાનની જેમ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા પણ વધી રહી છે. રખડતા ઢોરોને કારણે રોજ અકસ્માતો થાય છે. પરંતુ પાલિકાનો સ્ટાફ કામગીરી કરવા માટે લાચાર છે. છેલ્લા પાંચ વર્ષમાં રખડતા ઢોરની ફરિયાદ પછી બે કરોડ રૂપિયા કરતા પણ વધુનો દંડ વસુલવામાં આવ્યો છે. સતત પાંચ વખત જો રખડતા ઢોર પકડાય તો દંડ લઈને તેને છોડી દેવાના બદલે પાંજરાપોળમાં મોકલી આપવાનો નિયમ છે.

પરંતુ મહાનગરપાલિકા દ્વારા મેન્યુઅલી કરવામાં આવતા ટેગ પશુપાલકો કાઢી નાંખે છે. તેના કારણે એક ઢોર અનેક વખત પકડાયું હોવા છતાં પણ તેની સામે પહેલા જેટલો દંડ વસુલવામાં આવે છે. અને સમસ્યા જેમની તેમ રહી જાય છે. કોર્પોરેશને સૌથી વધુ દંડ વર્ષ 2018-19માં 80.37 લાખ વસુલ્યો છે. જયારે ઢોર પકડવાની કામગીરી દરમ્યાન પાલિકાના સ્ટાફ પર જે હુમલા થાય છે તેની સૌથી વધુ ફરિયાદ 2017-18માં દાખલ કરવામાં આવી હતી.

પાલિકા તંત્રનું કહેવું છે કે ચોમાસા દરમ્યાન રખડતા ઢોરોનો ત્રાસ સૌથી વધુ થઇ જાય છે. શહેરના અનેક વિસ્તારો તો એવા છે કે જ્યાં રખડતા ઢોરોની સમસ્યા બારેમાસ રહે છે. વિસ્તારમાં જો રખડતા ઢોર સાથે વાહનચાલકની ટક્કર પણ થાય તો માથાભારે પશુપાલકો વાહનચાલકોને મારે પણ છે.

પાલિકાના માર્કેટ વિભાગ પાસે પૂરતો સ્ટાફ નથી. જેટલો છે તેના પર પણ હુમલાનો વધુ ખતરો રહેલો છે. પાંચ વર્ષમાં સ્ટાફ પર અનેક હુમલા કરાયા અને 162 વખત પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. વધુમાં કેટલાક રાજકારણીઓ પણ પશુપાલકોનું ઉપરનું લઈને ઢોર છોડાવવા માટે દબાણ કરતા હોવાથી પણ કામગીરી યોગ્ય રીતે થઇ શક્તિ નથી.

વર્ષ દંડ(લાખમાં) પોલીસ ફરિયાદ
2017-   18 56.65 53
2018-19 80.37 40
2019-20 41.76 38
2020-21 30.94 28
2021 12.22 04

(8:54 pm IST)