Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

રાજ્યમાં કોરોના ઢીલોઢફ : છેલ્લા 24 કલાકમાં નવા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓ સ્વસ્થ થયા : આજે પણ કોઈ દર્દીનું મૃત્યુ નથી : કુલ મૃત્યુઆંક ૧૦,૦૮૧ : કુલ ૮,૧૫,૧૯૧ લોકોએ કોરોનાને હરાવ્યો

આજે રાજ્યના ફક્ત 3 શહેરોમાજ નવા કોરોના ના કેસ નોંધાયા : અમદાવાદ શહેર 6 કેસ, વડોદરા શહેરમાં 4 કેસ અને સુરત શહેર 2 કેસ : રાજ્યના લગભગ બધા જિલ્લાઓ આજે બન્યા કોરોના મુક્ત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોના ઢીલોઢફ થઈ રહ્યો છે. કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 20થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે. આજે નવા 12 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 12 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યના ફક્ત 3 શહેરોમાજ નવા કોરોના ના કેસ નોંધાયા છે અને લગભગ તમામ જિલ્લાઓ આજે કોરોનમુક્ત થયા છે.

રાજ્યમાં આજે કોરોનાના નવા 12 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 12 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૧૯૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે પણ રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૮૧ થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે.

રાજ્યમાં હાલ 150 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 લોકો વેન્ટિલેટર પર અને 147 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૧૯૧ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 12 કેસમાં અમદાવાદ શહેર 6 કેસ, વડોદરા શહેરમાં 4 કેસ અને સુરત શહેર 2 નવા કેસ નોંધાયા છે.

(8:30 pm IST)