Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

અમદાવાદના શહેરીજનો ઉપર 15 લાખથી વધુ મોંઘા વાહનોની ખરીદી ઉપર વાહનવેરામાં વધારો ઝીંકવાનો નિર્ણય કરાયોઃ AMCનીની આજે મળેલ રેવન્યુ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

હવે 15 લાખથી વધુ મોંઘી ગાડી ખરીદશો તો 3.50 ત્રણ ટકાથી 5 ટકા સુધીનો ટેક્સ ભરવો પડશે

અમદાવાદ: AMCની આજે મળેલી રેવન્યુ કમિટીની બેઠકમાં અમદાવાદના શહેરીજનોને ઉપર 15 લાખથી વધુ મોંઘા વાહનોની ખરીદી ઉપર વાહનવેરામાં વધારો ઝીંકવાનો નિર્ણય કરાયો છે. હવે 15 લાખથી વધુ મોંઘી ગાડી ખરીદશો તો 3.50 ત્રણ ટકાથી 5 ટકા સુધીનો ટેક્સ ભરવો પડશે. પહેલા તમામ વાહનો ઉપર ત્રણ ટકા વાહનવેરો લાગતો હતો. આ નવો ટેક્સ વધારો 1લી ઓક્ટોબરથી ટેક્સ વધારો અમલી બનશે. સુપર રિચ કિંમત ધરાવતી ગાડીઓ વધુ ઈંધણ વાપરતી હોવાથી પ્રદૂષણ ઘટાડવા વાહનવેરામાં વધારો કર્યાનો ચેરમેનનો તર્ક આપવામાં આવી રહ્યો છે.

અમદાવાદ મ્યુનિ.ની રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે,” સુપર રિચ કિંમત ધરાવતા suv પ્રકારના વાહનો મહત્તમ ઇંધણનો ઉપયોગ કરે છે. વપરાશથી ખૂબ વધુ પ્રદુષણ થાય છે. જેથી નવો વાહનવેરો વસુલવાનું નક્કી કરાયું છે. દ્વિચક્રી વાહન, રીક્ષા કે અન્ય વાહનોના ટેક્સમાં વધારો કરાયો નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની 10 કરોડની આવક વધશે. આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાશે પછી રાજ્ય સરકારની ભહાલી મળશે કઇ કાર ઉપર કેટલો ટેક્સ વધ્યો

કારની કિંમત  જૂનો ટેક્સ  નવો ટેક્સ

15 લાખથી 24,99999 – 3 ટકા – 3.5 ટકા
25 લાખથી 49,99999 – 3 ટકા – 4 ટકા
50 લાખથી વધુ – 3 ટકા – 5 ટકા

(6:09 pm IST)