Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

નશામાં ધૂત યુવાનને કારણે કિમ-પીપોદરા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યોઃ યુવક હાઇ વે ઉપર જઈને ગાડીની સામે સૂઈ જતો હતો તો ક્યારેક ગાડી ઉપર કૂદવાનું શરૂ કરી દેતો હતો

યુવક નશામાં એટલો ચકચૂર હતો કે, તેને જાણે પોતાના જીવ જોખમમાં મુકતા પણ ડર લાગતો ન હતોઃ આખરે લોકોએ મેથીપાક ચખાડ્યો

કિમ-પીપોદરા હાઈ વે પર નશામાં દોસ્ત થયેલા યુવકના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. દારૂ પીધેલી હાલતમાં યુવક હાઇવે ઉપર પહોંચ્યો હતો. યુવક હાઇ વે ઉપર જઈને ગાડીની સામે સૂઈ જતો હતો, ક્યારેક ગાડી ઉપર કૂદવાનું શરૂ કરી દેતો હતો. જેને કારણે ટ્રાફિક જામ થયું હતું. વાહનચાલકો કોઈ સમજી શકે તેવી સ્થિતિ ન હતી યુવકનું વર્તને પ્રકારનું હતું કે, તમામ વાહન ચાલકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ગાડીઓ પર ચડી ધમાલ મચાવી
યુવક નશામાં એટલો ચકચૂર હતો કે, તેને જાણે પોતાના જીવ જોખમમાં મુકતા પણ ડર લાગતો ન હતો. હાઈવે પર આવતી ગાડીઓની સામે ઉભો રહી જઈને ગાડીઓને અટકાવી દેતો હતો. ગાડી નીચે સૂઈ જતો હતો. ગાડીઓ ઉપર ચડીને બૂમાબૂમ કરતો હતો અને ગાડીના ઉપર જ કૂદવાનું શરૂ કરી દેતો હતો. યુવકની સ્થિતિ જોઈને વાહનચાલકો પણ સમજી ન શકતા હતા કે આ શું થઈ રહ્યું છે.

ટ્રાફિક જામ સર્જાયો હતો
વાહનચાલકો સતત ફોન મારતા રહેતા હતાં. પરંતુ તે ગાડીની સામે હાઇવે ઉપર જ સુઈ જતો હતો, અને ગાડીના કાચ તોડવાનો પ્રયાસ કરતો હતો. યુવક એટલો જ હતો. તેની સાથે કોઈ જ ન હતું. કયા કારણસર આ રીતનું વર્તન કરી રહ્યો છે. તે કોઈ સમજી શકતું ન હતું. દારૂ પીધેલા યુવકના તોફાનથી ટ્રાફિક જામ થઇ જતાં લોકોને ભારે હાલાકી થઈ હતી. ક્યારેક વાહનોની સામેથી દૂર થઈ ગયો તો તો ક્યારેક અન્ય વાહનોને ફરીથી રોકી લેતો હતો. પરંતુ પુરપાટ ઝડપે દોડતા વાહનોની સામે હાઇવે ઉપર ઊભા રહી જવામાં તેને જરા પણ ડર નહોતો લાગતો. તેના કારણે વાહનચાલકોને જીવ પણ જોખમમાં મૂકાયાં હતાં. કેટલાક વાહનચાલકો દ્વારા તેને હટી જવા માટે કહેવાતું હતું પરંતુ તે કોઈની વાત માનતો ન હતો.

લોકોએ મેથીપાક આપ્યો
યુવાને દારૂ પીધેલી હાલતમાં તોફાન મચાવતા વાહનચાલકો ઉશ્કેરાટમાં આવી ગયાં હતાં. આસપાસ ઉભેલા લોકો થોડી વાર સુધી તેનો વીડિયો બનાવતા રહ્યા હતાં. પરંતુ યુવકે તેનું તોફાન વધારી દેતાં તમામ લોકો એકત્રિત થઈ ગયાં હતાં અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. યુવાન એટલો નશામાં હતો કે, જે લોકો તેને મારી રહ્યા હતા અને સાથે પૂછતા હતા કે તે ક્યાંથી આવ્યો છે. પરંતુ તે કોઈ પણ બાબતનો જવાબ આપી રહ્યો ન હતો. યુવક ક્યાંથી આવ્યો છે, તે કોઈને જ ખબર ન હતી અને તે પણ બોલવા તૈયાર ન હતો. તેને ભાન પણ ન હતું તે કે તે શું કરી રહ્યો છે.

(6:06 pm IST)