Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

માતર તાલુકાના દલોલી ગામે કારની ટક્કરે બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

માતર:તાલુકાના દલોલી ગામના અંબાજી ચોક ખાતે રહેતા પૃથ્વીસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ઉ. વ. ૨૨)ગત ૨૭મી તારીખના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે તારાપુર-વટામણ રોડ ઉપર આવેલી ખાનપુર દરગાહ પાસેથી પોતાનું બાઈક નંબર જીજે-૦૭, સીએમ-૧૫૧૨નુ લઈને પસાર થતા હતા.

દરમ્યાન પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલા ફોર વ્હીલર નંબર જીજે-૧૩, એએમ-૭૫૧૮એ ટક્કર મારતાં શરીરે વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી જેથી તેમને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

 

(4:58 pm IST)