Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

વડોદરામાં દેશી દારૂનું વેચાણ કરનાર બુટલેગર માતા-પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: દેશી દારૂના દરોડામાં પોલીસ કર્મીને ખોટા કેસમાં ફસાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસ કામગીરીમાં અડચણ ઉભી કરનાર બુટલેગર માતા પુત્ર વિરુદ્ધ  વારસિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર વારસિયા પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે સમયે હરણી રોડ સંવાદ કવોટર્સમાં આવેલા જવાહર ફળિયા પાસે ત્રણ શખ્સો શંકાસ્પદ ઉભા હતા. પોલીસ તેમને પકડવા જતા એક મહિલા સહિત બે વ્યક્તિ નાસી છુટી હતી. જ્યારે થેલીમાં દારૂની પોટલીઓ સાથે જગદીશ માછી ( રહે- સંવાદ કવોટર્સ, હરણીરોડ,) પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પ્રાથમિક પૂછતાછમાં દારૂનો જથ્થો રાકેશ બાબુભાઈ રાજપૂત અને ઇન્દુબેન બાબુભાઈ રાજપુત ( બંને રહે, જે પી વાળી ઝૂંપડપટ્ટી, સંવાદ કવોટર્સ, હરણી રોડ)નો હોવાની કબૂલાત કરી હતી. દરમ્યાન ઉપરોક્ત બંને વોન્ટેડ આરોપી દેશી દારૂનું વેચાણ કરતા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દરોડો પાડી બન્ને વ્યક્તિને દેશી દારૂની 50 પોટલીઓ સાથે ઝડપી પાડયા હતા. આ દરમિયાન આરોપીઓએ પોલીસ કર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી જણાવ્યું હતું કે, અમારે ત્યાં રેડ કરશો તો કોઈને પણ મારી નાખીશ અને તમારા માથે ઢોળી દઈશું. આમ પોલીસ કામગીરીમાં અડચણ ઉભી કરી હતી.

 

(4:56 pm IST)