Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

સુરતના રિંગરોડ નજીક ડ્રેસ મટિરિયલનું કાપડ ખરીદી 26.42 લાખની છેતરપિંડી આચરનાર વેપારી વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: હાલમાં સાડી અને ડ્રેસ મટીરીયલ્સ જોબવર્કનું કામ કરતો ચેતન રવજી ઠુમ્મર (ઉ.વ. 41 રહે. હાલ સી 306, સુમન દર્શન એપાર્ટમેન્ટ, કોઝવે રોડ, સીંગણપોર અને મૂળ. અલમપર, તા. ઉમરાડા, જિ. ભાવનગર) અગાઉ રીંગરોડની આર.કે.ટી માર્કેટમાં મીશીકા ક્રિએશન નામે ડ્રેસ મટીરીયલ્સનું વેચાણ કરતો હતો. આ દરમિયાન તેના પાર્ટનર ભીખા પ્રાગજી રૂડકીયાના મિત્ર નીરવ જમનાદાસ સેંજલીયા હસ્તક હૈદરાબાદની મદીના મસ્જીદ નજીક કાદરી બજારમાં રોયલ ક્રિએશન નામે દુકાન ધરાવતા મોહમંદ અકરમ સાથે પરિચય થયો હતો. મોહમંદ અકરમે 60 દિવસમાં પેમેન્ટના વાયદે રૂ. 11.38 લાખનો ઓર્ડર આપ્યો હતો અને તેનું પેમેન્ટ પણ ચેકથી ચુકવી આપ્યું હતું. પરંતુ ત્યાર બાદ જાન્યુઆરીથી ઓક્ટોબર 2017 દરમિયાન ટુક્ડે-ટુક્ડે રૂ. 26.42 લાખનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેનું પેમેન્ટ સમસસર ચુકવ્યું ન હોતું. ઉપરાંત ચેતનનો મોબાઇલ નંબર પણ બ્લોક કરી દીધો હતો. જેથી ચેતનનો પાર્ટનર ભીખાભાઇ અને તેનો મિત્ર નીરવ પણ ઉઘરાણી માટે હૈદરાબાદ ગયા હતા. પરંતુ મોહમંદ અકરમે પેમેન્ટ ચુકવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જેથી આ ચેતને મોહમંદ અકરમ વિરૂધ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. 

(4:53 pm IST)