Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

કોરોનાને કાયમી વિદાય આપવાના હેતુથી સુરતના લોકોએ કરી જન્માષ્ટમીના તહેવારની ઉજવણી

સુરત: શહેરમાં કોરોનાકાળ બાદ પહેલી વખત તહેવારની ઉજવણી માટે અપાયેલી મંજુરી બાદ સુરતીઓએ મન મુકીને કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. સુરતીઓ દ્વારા કરવામાં આવેલી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીના કારણે સુરત કૃષ્ણમય બની ગયું હતું. સુરતના મંદિરો સાથે સાથે લોકોએ ઘરમાં પણ શ્રી કૃષ્ણ જન્મની ઉત્સાહભેગ ઉજવણી કરી હતી. શુંઠપંજરીના પ્રસાદ સાથે લોકોએ પોતાના ઘરના બાળકોને રાધા કૃષ્ણ બનાવીને કેક કાપીને પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ ઉપરાંત કેટલીક રહેણાંક સોસાયટીઓમાં મટકી ફોડના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

સુરતમાં કોરોનાની એન્ટ્રી બાદ કોવિડની ગાઈડ લાઈનના કારણે તહેવારની ઉજવણી પર રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ હાલમાં કોરોનાના કેસ સીંગલ ડિજીટમાં આવવા સાથે લોકો પણ કોરોનાની ગાઈડ લાઈનનો અમલ કરતા હોવાથી સરકારે તહેવારની ઉજવણી કરવા માટે મંજુરી આપ્યા બાદ પહેલો તહેવાર કૃષ્ણ જન્માષ્ટમીનો આવ્યો હતો તેને સુરતીઓએ મન મુકીને માણ્યો હતો.

(4:52 pm IST)