Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ :નાનપુરા, રિંગરોડ, અડાજણ, પર્વત પાટિયા, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

સુરતના ઓલપાડ, માંગરોળ, ઉમરપાડામાં વરસાદ પડ્યો

સુરત : શહેરમાં ફરી શરૂ થયો વરસાદ છે સુરતમાં નાનપુરા, રિંગરોડ, અડાજણ, પર્વત પાટિયા, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડવાથી ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ પંચમહાલના મોરવાહડફ તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે સુરતના ઓલપાડ, માંગરોળ, ઉમરપાડામાં વરસાદ પડ્યો જ્યારે વેરાવળમાં પણ સારો વરસાદ પડતા મગફળી, સોયાબીન, તુવેરના પાકને જીવનદાન મળ્યું છે.

(4:13 pm IST)