Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ગુજરાત રાજ્યનો હાઇકોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : પેકેજડ ફૂડ આઇટમ્સના ટેસ્ટ માટે લેબ નથી

વેજીટેરીયન, નોનવેજ ફૂડ અંગેની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ : હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે એક મહિનામાં ખુલાસો માંગ્યો : સરકારની કબૂલાત પેકેજડ ફૂડની તપાસ માટે કોઈ લેબ નથી

હાઈકોર્ટમાં પેકેજડ ફૂડ આઈટમ્સમાં ઉમેરવામાં આવતાં ઘટકોના ટેસ્ટિંગની સુવિદ્યા સરકાર પાસે છે કે, નહીં જે અંગેની અરજીનું તાજેતરમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે કબુલાત કરી હતી કે, રાજ્યમાં પેકેજડ ફૂડ આઇટમ્સમાં ઉમેરવામાં આવતા ઘટકોના ટેસ્ટિંગની સુવિધા તેમજ પેકેજડ ફૂડ આઇટમ્સ વેજિટેરિયન જાહેર કરાઈ હોય તો એમાં કોઈ નોન વેજ ઘટક ઉમેરાયું છે કે નહીં તે ટેસ્ટિંગની સુવિધા રાજ્યની લેબોરેટરી પાસે નથી તેવો ચોંકાવનારો ખુલાસો હાઈકોર્ટે સમક્ષ કર્યો હતો.

સાથે હાઇકોર્ટે ઉમેર્યું હતું કે, ગ્રીન ડોટ ધરાવતા પેકેજડ ફૂડ ખરેખર વેજિટેરિયન છે કે નહીં જાણવાનો લોકોને અધિકાર છે. ભારતના બંધારણે લોકોને પોતાના ધર્મ પ્રમાણે જીવવાનો અધિકાર આપ્યો છે. વેજિટેરિયન ખાનાર વ્યક્તિને ભૂલમાં પણ નોનવેજ ખાવાની નોબત આવે અને તેનો ટેસ્ટ પણ થઈ શકતો હોય તો લોકોની દ્યાર્મિક લાગણી દુભાશે તેમ પણ કોર્ટે ઉમેર્યું હતું. પેકેજડ ફૂડ પર વેજિટેરિયનનો ગ્રીન ડોટ ઘણા બધા લોકો માટે વિશ્વાસનું કારણ હોય છે, વિશ્વાસ તૂટવો વ્યાજબી નહીં. પેકેજડ ફૂડ આઈટમ્સના લેબલિંગ અને પેકેજીંગની યોગ્ય અમલવારીની અરજીમાં કોર્ટે તમામ અવલોકનો કર્યા છે. અને મામલે હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે સંપૂર્ણ તથ્યો વાળો રિપોર્ટ માગ્યો છે. અને, એક મહિનામાં ખુલાસો કરવા હાઇકોર્ટનો હુકમ છે.

(3:06 pm IST)