Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ માત્ર સ્મારક નથી, તે વિશ્વની સૌથી યુવાન લોકશાહી માટે નાગરિકતાના માર્ગનો પ્રેરણાસ્ત્રોત : સ્મૃતિ ઈરાની

એકતામાં શ્રેષ્ઠતાનું તે સાચા અર્થમાં ઉત્તમ પ્રતિક છે. સરદાર સાહેબને હાર્દિક વંદના.

અમદાવાદ : કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પદપૂજા કરીને ભાવાંજલી અર્પી હતી. આ મુલાકાત દરમ્યાન કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતભાઈ વસાવા, રાજયમંત્રી વિભાવરીબેન દવે, કેન્દ્રીય સચિવ પાંડે અને રાજ્યના સચિવ કે.કે.નિરાલા, SOUDTGA ના CEO રવિ શંકર સાથે જોડાયા હતા.

એકતામાં શ્રેષ્ઠતાનું તે સાચા અર્થમાં ઉત્તમ પ્રતિક છે સરદાર સાહેબને ભાવાંજલિ આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક સરદાર સાહેબને અનુસરવાની પ્રેરણા લેશે ત્યારે મજબૂત, સંવેદનસભર અને ધબકતા રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ થશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ માત્ર સ્મારક નથી, તે વિશ્વની સૌથી યુવાન લોકશાહી માટે નાગરિકતાનાં માર્ગનો પ્રેરણાસ્ત્રોત છે, તેની છત્રછાયામાં મુક્તિ અને ગર્વની અનુભૂતિ થાય છે, એકતામાં શ્રેષ્ઠતાનું તે સાચા અર્થમાં ઉત્તમ પ્રતિક છે. સરદાર સાહેબને મારી હાર્દિક વંદના.

સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદ પૂજા કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ 135 મીટરની ઊંચાઈએ આવેલ વ્યૂઇંગ ગેલેરી પ્રતિમાના હ્રદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

સ્થાનિકોને રોજગારી બાબતે મંત્રીને વાકેફ પણ કર્યાં મંત્રીની મુલાકાત દરમ્યાન કેન્દ્રીય મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા, ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયા સાથે જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વિશેષતા વિશે જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે ઝીણવટભરી માહિતી આપી હતી અને સ્થાનિકોને રોજગારી બાબતે વાકેફ પણ કર્યાં હતા.

વિવિધ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે રાષ્ટ્રીય કોન્ફરન્સ કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે યોજાયેલી દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની સોમવારે મોડી સાંજે કેવડીયા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં રાજ્યના આદિજાતિ કલ્યાણ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ સ્મૃતિ ઇરાનીનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતાં.

મંત્રીએ રેડિયો યુનિટી 90 FMની મુલાકાત લીધી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે નવનિર્મિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો યુનિટી 90 FMની મુલાકાત લઈને વાર્તાલાપ કર્યો હતો. વાર્તાલાપમાં તેમના વિભાગને લગતા તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારે કરેલ કાર્યો પર ચર્ચા કરી હતી તેમજ રેડિયો જોકી તરીકે કામ કરતા તમામ RJ નાં પ્રશ્નોનો વિસ્તારપૂર્વક જવાબ આપ્યો હતો.

સ્થાનિક RJ પાસેથી તાલીમ અંગે વાર્તાલાપ કર્યો અંતમાં તમામ સ્થાનિક RJ પાસેથી તાલીમ અંગે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે RJ નિલમ, RJ ગુરૂ, RJ હેતલ અને RJ ગંગા, RJ સમાને અભિનંદન આપ્યા હતાં. તેમજ ગાઇડ મિત્રો સંસ્કૃતમાં વાર્તાલાપ કરે છે તેની નોંધ પ્રધાનમંત્રીના "મન-કી-બાત" કાર્યક્રમમાં લેવાઈ તે બદલ અભિનંદન પાઠવી દેશની સંસ્કૃતિને આગળ વધારવા માટે કોમ્યુનિટી રેડીયોના RJ ને અભિનંદન આપી સરાહના કરી હતી.

પોષણ જાગૃત્તિ માટેની પ્રવૃત્તિઓ નિહાળી આ પ્રસંગે ગુજરાતના મંત્રી ગણપતસિંહ વસાવા, રાજયમંત્રી વિભાવરીબેન દવે, સચિવ કે.કે.નિરાલા, SOUADTGA ના CEO અને SSNNL ના જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટર અને કમિશ્નર SSPA રવિ શંકર, નાયબ કલેક્ટર કુલદીપસિંહ વાળા, જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ હાજર રહ્યાં હતા, ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કની પણ મુલાકાત લીધી હતી અને અહીં પોષણ જાગૃત્તિ માટે થઇ રહેલી પ્રવૃત્તિઓ નિહાળી હતી. આ પ્રસંગે ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કના ડાયરેક્ટર નિશ્ચલ જોશી અને ફેસીલીટી મેનેજર પ્રતિક માથુરે જરૂરી જાણકારી આપી હતી.

લેશર-પ્રોજેક્શન મેપીંગ શો નિહાળ્યો ત્યારબાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે લેશર-પ્રોજેક્શન મેપીંગ શો નિહાળ્યો હતો. આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીની સાથે ગુજરાતના મંત્રી ગણપતસિંહ વસાવા રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે, સચિવ કે.કે.નિરાલા અને SOUADTGA ના CEO રવિશંકર વગેરે પણ સાથે રહ્યાં હતાં.

(2:26 pm IST)