Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

વરસાદી માહોલમાં અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી 10થી વધુ ફ્લાઈટનું શિડ્યુલ ખોરવાયું

અલગ અલગ રૂટની અનેક ફ્લાઈટના સમયમાં ફેરફાર કરાયા:20 મિનિટથી લઈને 2 કલાક સુધી ફ્લાઈટ લેટ

અમદાવાદ : જન્માષ્ટમી પર્વ પર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે રાજ્યમાં વરસાદી માહોલને વિમાની સેવા ખોરવાઈ ગઈ હતી. અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી 10થી વધુ ફ્લાઈટનું શિડ્યુલ ખોરવાઈ ગયું હતું. તો દિલ્હી અને ચેન્નાઈની અમદાવાદથી જતી ફ્લાઈટને વરસાદી વાતાવરણના કારણે રદ્દ કરી દેવામાં આવી હતી.

અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા હતા અને અમદાવાદથી ઓપરેટ થતી અલગ અલગ રૂટની અનેક ફ્લાઈટના સમયમાં ફેરફાર કરાયા. 20 મિનિટથી લઈને 2 કલાક સુધી ફ્લાઈટ લેટ થઈ હતી. કેટલીક ફ્લાઈટને તો રદ્દ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી. જેમાં દિલ્હી અને ચેન્નાઈ જતી ફ્લાઈટને કેન્સલ કરવી પડી હતી.

(2:05 pm IST)