Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

કૃષ્ણજન્મ બાદ ભાડજ ઇસ્કોન મંદિરમાં નંદોત્સવ ઉજવાયો:શ્રદ્ધાળુઓએ પ્રભુના દર્શનનો લાભ લીધો

“નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયાલાલ કી”ના નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું.

અમદાવાદ :જન્માષ્ટમી પર્વ પર વિશ્વપ્રસિદ્ધ દ્વારિકાધીશ મંદિર, ડાકોરનું રણછોડરાય મંદિર, શામળાજી મંદિરસહીત રાજ્ય અને દેશભરના કૃષ્ણમંદિરોમાં ધામધૂમ પૂર્વક કૃષ્ણજન્મની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્ય કૃષ્ણમાય બની ગયું હતું. કહેવાય છે કે શ્રીકૃષ્ણના જન્મોત્સવ બાદ નંદજીએ ઉત્સવ ઉજવ્યો હતો, જેને નંદોત્સવ કહેવામાં આવે છે. દર વર્ષે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણજન્મની ઉજવણી બાદ નંદોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં બાળગોપાલને ભોગ પણ ધરાવવામાં આવે છે.

અમદાવાદના ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં પ્રભુ શ્રીકૃષ્ણની નંદોત્સવ વિધિ યોજવામાં આવી હતી. ભાડજ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નંદોત્સવ વિધિમાં હાજર રહીને પ્રભુના દર્શન કર્યા.ભક્તોએ શ્રીજીનું પારણું ઝૂલાવ્યું હતું “નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયાલાલ કી”ના નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું.ભાડજ મંદિરમાં કોરોના નિયમોના પાલન સાથે હજારો ભક્તોએ પ્રભુનો જયઘોષ બોલાવ્યો હતો, તો મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો ઘરે બેઠા ઑનલાઈન દર્શન કરી શકે તેવી પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

(2:02 pm IST)