Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં મેઘ મહેર : 20 તાલુકામાં અડધાથી 2 ઈંચ વરસાદ

હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી

અમદાવાદ : લાંબા વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ પંચમહાલના મોરવા હડફ તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, મહેસાણા, તાપી, ગાંધીનગર, છોટા ઉદેપુર, ખેડા, અરવલ્લી, અમદાવાદ સહિતમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. જુનાગઢ, ભાવનગર, અમદાવાદ, મોરબી, કચ્છ, રાજકોટ, પાટણ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, સુરત, મહેસાણા, વડોદરા સહિતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.

(1:56 pm IST)