Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

નવસારીમાં 100 વર્ષની ઐતિહાસિક નેરોગેજ ટ્રેન 4 સપ્ટેમ્બરથી ફરી દોડશે

કેન્દ્રિય રેલવે રાજ્ય પ્રધાન દર્શના જારદોશે સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

નવસારીઃ 100 વર્ષથી વધુનો ઇતિહાસ જાળવી રહેલા બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનના પાટાઓ પર દોઢ વર્ષથી બંધ થયેલી નેરોગેજ ટ્રેન 4 સપ્ટેમ્બરથી ફરી દોડશે. ટ્રેન શરૂ થવા અંગેની જાહેરાત કેન્દ્રના રેલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશે આજે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી છે. નેરોગેજ શરૂ થવાની જાહેરાત થતા જ આદિવાસીઓમાં ખુશી જોવા મળી છે.

  અંગ્રેજી  શાસનમાં સાગી લાકડા માટે શરૂ કરવામાં આવેલી ડાંગના વઘઈથી નવસારીના બીલીમોરા સુધીની નેરોગેજ ટ્રેન 100 વર્ષોથી વધુ સમય પૂરો કરી ચૂકી છે. શરૂઆતમાં લાકડા લાવતી ટ્રેન આજે આદિવાસીઓ માટે જીવાદોરી સમાન છે. રોજના ડાંગના ઘણા આદિવાસીઓ વેપાર કે રોજગાર અર્થે નેરોગેજ ટ્રેનમાં બીલીમોરા સુધી આવે છે અને અહીં વેપારીઓ પણ નેરોગેજ મારફતે ડાંગ પહોંચે છે. જ્યારે પ્રવાસીઓ માટે પણ ઐતિહાસિક નેરોગેજ ટ્રેન આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષો વિતવા સાથે જ નેરોગેજને બ્રોડગેજમાં રૂપાંતરિત કરી મહારાષ્ટ્રના માનમાડ સુધી લંબાવવાની કરોડોની યોજના પણ ભારતીય રેલવે મંત્રાલય (Ministry of Indian Railways) દ્વારા બનાવવામાં આવી હતી. જોકે, કોઈક કારણસર ક્રિયાન્વિત ન થઈ શકી.

(1:43 pm IST)