Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

વીજળીના કડાકા ભડાકા સાથે દમણમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો : સેલવાસમાં વધુ 2 ઇંચ

વાપી-ઉમરગામની સાથે સંઘપ્રદેશ દમણમાં અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસ્યો

વાપી-ઉમરગામની સાથે સંઘપ્રદેશ દમણમાં અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે દમણમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સેલવાસમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સેલવાસના કુલ સીઝનમાં સેલવાસમાં 56 ઇંચ અને ખાનવેલમાં 66 ઇંચ વરસાદ સાથે સિઝનનો સરેરાશ 61 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દમણમાં સિઝનનો 63 ઇંચ વરસાદ નોંધાયો છે.

(1:41 pm IST)