Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

વલસાડ જિલ્લાના ઉમરગામ-વાપીમાં ભારે વરસાદ: 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો : નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું : ભારે વરસાદને કારણે હાઇવે પર વાહનોની ગતિ ઘટી

હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં મેઘરાજાએ ધમાકેદાર રીએન્ટ્રી કરી છે. મંગળવારે આ સમગ્ર વિસ્તારમાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાવાના બનાવો બન્યા હતાં. વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે.

  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે ટાઉન વિસ્તારમાં અને મહારાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગો પર ઘૂંટણ સુધીના પાણી ફરી વળતા રસ્તાઓ પરની અવરજવર બંધ થઈ હતી. ઉમરગામ તાલુકામાં સવારના 8 થી 10 વાગ્યા સુધીમાં 128mm વરસાદ વરસ્યો હતો. ઉમરગામમાં એ સાથે સિઝનનો કુલ વરસાદ 56ઇંચ થયો છે. મંગળવારે વરસેલા ભારે વરસાદમાં ઠેરઠેર પાણી ભરાયા હતાં.

ઉમરગામ સાથે વાપીમાં પણ સવારના 8 થી 10 વાગ્યા દરમ્યાન 106mm વરસાદ વરસતા વાપીમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. ભારે વરસાદને કારણે હાઇવે પર વાહનોની ગતિ ઘટી હતી. વાપીમાં સિઝનનો સરેરાશ 58 ઇંચ વરસાદ નોંધાયો

(1:41 pm IST)