Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

નંદ ઘેર આનંદ ભયો ના નારા સાથે મેમનગર ગુરુકુલમાં ઉજવાયેલ શ્રી કૃષ્ણજન્મોત્સવ વિદ્યાર્થઓ અને સંતો દ્વારા રાસની રમઝટ

અમદાવાદ તા.૩૧  જન્માષ્ટમીની શુભ રાતે બરાબર ૧૨ કલાકે મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ કલાત્મક હિંડોળા અને પારણામાં ઝુલતા બાલ સ્વરુપ શ્રી કૃષ્ણ ભગવાન-ઘનશ્યામ મહારાજની આરતિ ઉતારી, દર્શન ખુલ્લા મૂક્યા ત્યારે  દર્શનાર્થીઓએ ભગવાન શ્રી કૃષ્ણના જયનાદ સાથે નંદઘેર આનંદ ભયોના નારા લગાવ્યા હતા.

પ્રાગટ્યોત્સવ પહેલા ઘનશ્મામ ભગત અને પાટડીયા હસમુખભાઇની આગેવાની નીચે બે કલાક સુધી પ્રેમાનંદ મ્યુઝીક એકેડેમીના કલાકારોએ કૃષ્ણજન્મોત્સવના કિર્તનોનો કાર્યક્રમ કર્યો હતો. વિદ્યાર્થીઓ અને સંતોએ રાસની રમઝટ બોલાવી હતી.

કૃષ્ણજન્મોત્સવનો મહિમા સમજાવતા માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે અત્યારે સારાયે ભારતભરમાં રાતના ૧૨ વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાતો હશે. ભારતીય સંસ્કૃતિ ગજબની સંસ્કૃતિ છે. આટલા ઉત્સવો કદાય કોઇ સંસ્કૃતિમાં ઉજવાતા નહીં હોય.

સ્વામીજીએ 'યત્ર યોગેશ્વરો કૃષ્ણ:' નો વિગતવાર અર્થ સમજાવ્યો હતો અને કહ્યું હતું કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ હાજર હોય અને ધનુર્ધારી અર્જુન હોય ત્યા જરુર વિજય જ હોય છે.ભગવાન શ્રી કૃષ્ણની હાજરી એજ વિજય છે.

પાંડવોની ભગવાને ક્યાં ક્યાં સહાય અને રક્ષા કરેલી તેની સ્વામીજીએ વાત કરી હતી.

અંતમા તમામ દર્શનાર્થીઓને પંજરીને પ્રસાદ વહેંચવામાં આવેલ

(12:27 pm IST)