Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

૪૮ કલાકમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદઃ દક્ષિણ સૌરાષ્ટ્રથી વરસાદની શરૂઆત થશેઃ સાર્વત્રિક વરસશે

દરિયાકાંઠે વધુ સંભાવનાઃ બીજી એક સિસ્ટમ્સ પણ બની રહી છેઃ એન.ડી.ઉકાણી

રાજકોટઃ લાંબા સમય બાદ વરસાદની આશા બંધાણી છે. હવાનું હળવું દબાણ બન્યું છે. આ સિસ્ટમ્સની અસરથી આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડશે તેમ હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર- એકસપર્ટ શ્રી એન.ડી. ઉકાણીએ અકિલાસાથેની વાતચીતમાં જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે સિસ્ટમ્સની અસરથી દક્ષિણ સૌરાષ્ટ્રમાંથી મેઘરાજાની એન્ટ્રી થશે. લાંબા સમય બાદ વરસાદના પરીબળો બન્યા છે. હાલના અનુમાન મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ સંભવ છે. સાર્વત્રિક વરસશે. સૌરાષ્ટ્રના દરેક વિસ્તારમાં ઓછા વધુ પ્રમાણમાં વરસાદ પડશે.

શ્રી એન.ડી. ઉકાણી વધુમાં જણાવે છે કે આ સિસ્ટમ્સ બાદ વધુ એક સિસ્ટમ્સ બની રહી છે. જેનો આધાર હાલની સિસ્ટમ્સ ઉપર છે. આ સિસ્ટમ્સ કેવી અસર કરે છે તેના ઉપર જે સિસ્ટમ્સ બનનાર છે તેના ઉપર મદાર છે.

(11:47 am IST)