Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ફ્રેન્ડશિપના નામે છેતરપિંડી કરતા સગા ભાઇ-બહેન ઝડપાયાઃ અન્ય સાગરીતોને ઝડપી લેવા કાર્યવાહી

ફ્રેન્ડશિપના નામે ટુકડે ટુકડે ૧૦ લાખથી વધારે રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ભોગ બનનાર યુવાનનો આક્ષેપ

અમદાવાદ : શહેરના સાણંદ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદના આધારે પોલીસે બે ઠગ ભાઇ બહેનને ઝડપી લીધા છે. યુવાનનો આક્ષેપ હતો કે, તેની પાસેથી ફ્રેન્ડશિપના નામે ટુકડે ટુકે 10 લાખથી વધારે રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા સુરતના સગા ભાઇ બહેન ઝડપાયા હતા. જેની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત લોકોના અન્ય સાગરીતોને પણ ઝડપી લેવા માટે કાર્યવાહી આરંભવામાં આવી છે

સની પારેખ અને તેની બહેનને પકડીને તેની પાસેથી 51 હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે લેવામાં આવ્યો છે. એલસીબી દ્વારા તપાસ કરવામાં આવતા ગેંગમાં અન્ય લોકો પણ સામેલ હોવાનું અને ગેંગ રાજ્યમાં અનેક લોકોને ઠગી ચુકી હોવાની શક્યતા જોતા પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ આદરવામાં આવી છે. લોકો ભોગ બનનારા યુવકને રજીસ્ટ્રેશન ફી અને અન્ય પ્રોસેસનાં નામે રૂપિયાની ઠગાઇ કરતા હતા. ઠગાઇ બાદ મોબાઇલ નંબર બ્લોક કરી દેતા હતા

ગેંગમાં અનેક મહિલાઓ પણ સંડોવાયેલી છે. તપાસમાં સામે આવ્યું છેકે, ગેંગ છેલ્લા એખ વર્ષથી પ્રકારની મોડસ ઓપરેન્ડી પર કામ કરી રહી છે. અત્યાર સુધીમાં લોકોએ 71 લોકો સાથે પ્રકારે ઠગાઇ આચરી હતી. અત્યાર સુધીમાં 41 લાખ રૂપિયાની ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું છે. એલસીબીએ અપીલ કરી છે કે, જો કોઇ વ્યક્તિ ગેંગનો ભોગ બન્યું હોય તો અમારો સંપર્ક કરી શકે છે

(11:20 am IST)