Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

આગામી 4 દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદનું અનુમાન

જન્માષ્ટમીના દિવસે રાજ્યનાં અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર પડતા જગતના તાત સાથે સામાન્ય જનતાને પણ હાશકારો અનુભવ્યો

અમદાવાદ :  જન્માષ્ટમીના  દિવસે રાજ્યનાં  અનેક વિસ્તારોમાં મેઘરાજાની  મહેર પડતા જગતના તાત સાથે સામાન્ય જનતાને પણ હાશકારો અનુભવ્યો હતો

 હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 4 દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડવાનું અનુમાન પણ લગાવાવમાં આવ્યું છે. લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી સાથે ખેડૂતોએ વાવેલા પાકને પણ જીવતદાન મળ્યું હતુ.

(11:20 am IST)