Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

વડીયા જકાતનાકા પાસે ફોર વ્હીલ ગાડીએ મોટર સાઇકલને ટક્કર મારતા 02 ને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પાસેના વડિયા જકાતનાકા પાસે ફોર વ્હીલ ગાડીએ મોટર સાઇકલને અથાળતા બાઈક પર જતાં બેને ગંભીર ઇજાઓ કરતા ફરીયાદ દાખલ થઈ છે
  મળતી માહિતી અનુસાર રાજપીપળાના નવા ફળીયામાં રહેતા કપિલભાઈ કૈલાશભાઈ ભોઈની ફરીયાદ મુજબ તા.29 જૂન ના બપોરે 2 વાગે વડિયા જકાતનાકા પાસે એક ફોર વ્હીલ ગાડી નં - જી.જે.૦૬. એફ.સી.o૧૬૧ નો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલ ગાડી ગફલતભરી રીતે હંકારી લાવી તેમની પ્લસર મો.સા.પર જતાં કપિલ ભાઈ કૈલાશભાઈ ભોઈની મો.સા. સાથે અથાડી તેની પાછળ બેઠેલ હરેશભાઈ પ્રકાશભાઈ ભોઇને ઈજાઓ પોહચાડી ગુનો કરતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે

(10:27 pm IST)