Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કોલેજના તમામ વિદ્યાર્થીઓનું વેકસિનેશન થાય પછી ઓફલાઈન પરીક્ષા લેવા યુથ કોંગ્રેસની માંગ

UG અને PG ના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા યોજવા સામે યુથ કોંગ્રેસનો વિરોધ

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજના UG અને PG ના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા યોજવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે યુથ કોંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.

યુથ કોંગ્રેસે પત્રમાં જણાવ્યું છે કે, હાલ કોઈ પરીક્ષા યોજવામાં ન આવે. સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે કોરોનાના કેસ હમણાં ઘટ્યા છે. હવે ત્રીજી લહેર આવે તો તેની સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનેશન આવશ્યક છે જ્યાં સુધી તમામ વિદ્યાર્થીઓનું વેકસિનેશન ન થાય ત્યાં સુધી આ પરીક્ષા ન લેવી જોઈએ. તેઓ ને સૌ પ્રથમ વેકસિન ઉપલબ્ધ કરાવીને વેકસિનેટ કરવા જોઈએ ત્યારબાદ બાદ આ વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવી જોઈએ.

વધુમાં પત્રમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના સ્વાસ્થને ધ્યાનમાં લઈને યુથ કોંગ્રેસ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે. વધુમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે કે, આ સંજોગોમાં ઓફલાઈન પરીક્ષા લેવી યોગ્ય નથી. અગાઉ બીજી લહેર દરમિયાન આવો નિર્ણય લેવાયો હતો. જેનું પરિણામ તમામ લોકો જાણે છે. એટલે તમામ વિદ્યાર્થીઓને વેકસીન મળે અને પછીજ ઓફલાઈન પરીક્ષા યોજાય એવી અમારી માંગ છે

(9:07 pm IST)