Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

રાજ્યમાં કોરોનાના વળતા પાણી : નવા 90 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 304 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 3 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 10.059 થયો : કુલ 8.10.451 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે 2.84.125 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 18 કેસ, સુરતમાં 16 કેસ, વડોદરામાં 13 કેસ, રાજકોટ, જામનગર, ભાવનગર,જૂનાગઢ,ભાવનગર,આણંદ , નર્મદામાં 4-4 કેસ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ નોંધાયા : હાલમાં 3010 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો રાજ્યમાં કોરોનાના નવા કેસ માં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે આજે રાજ્યમાં પહેલીવાર નવા કેસની સંખ્યા 100થી ઓછી થઇ છે આજે નવા 90 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 304 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

રાજ્યમાં કોરોનાના ડેલ્ટા પ્લસની દસ્તક દીધી છે જેમાં  સુરતમાં 27 વર્ષીય યુવાન અને વડોદરામાં 37 વર્ષીય મહિલાના નવા વેરિયન્ટ જોવાયા છે હાલ કોઈ તકલીફ નથી અને લક્ષણ પણ નથી

  રાજ્યમાં આજે કોરોનાના નવા 90 પોઝીટીવ  કેસ નોંધાયા છે જયારે વધુ 304 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.10.451 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 3 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 10059 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 98.41 ટકા થયો છે

  રાજ્યમાં હાલ 3010 એક્ટિવ કેસ છે, જેમાંથી 9 લોકો વેન્ટિલેટર પર અને 3004 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.10.147 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

  રાજ્યમાં આજે 2.84.125 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે આ સાથે રાજ્યમાં કુલ 2.56.77.991 લોકોનું રસીકરણ થયું છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 90 કેસમાં અમદાવાદમાં 18 કેસ, સુરતમાં 16 કેસ, વડોદરામાં 13 કેસ, રાજકોટ, જામનગર, ભાવનગર,જૂનાગઢ,ભાવનગર,આણંદ , નર્મદામાં 4-4 કેસ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ નોંધાયા છે

રાજ્યમાં કોરોનાના કેસો

ગાંધીનગર, તા.૨૯ : ગુજરાતમાં કોરોના ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. આજે વધુ ૯૦ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર............................................................... કેસ

અમદાવાદ કોર્પોરેશન...................................... ૧૮

સુરત કોર્પોરેશન.............................................. ૧૦

વડોદરા કોર્પોરેશન............................................. ૮

સુરત................................................................. ૬

વડોદરા............................................................. ૫

આણંદ............................................................... ૪

નર્મદા................................................................ ૪

રાજકોટ કોર્પોરેશન............................................. ૪

ભાવનગર કોર્પોરેશન.......................................... ૩

જામનગર કોર્પોરેશન.......................................... ૩

બનાસકાંઠા......................................................... ૩

દેવભૂમિ દ્વારકા................................................... ૨

ગાંધીનગર કોર્પોરેશન......................................... ૨

ગીર સોમનાથ.................................................... ૨

જુનાગઢ............................................................. ૨

જુનાગઢ કોર્પોરેશન............................................ ૨

કચ્છ.................................................................. ૨

નવસારી............................................................ ૨

ભરુચ................................................................ ૧

ભાવનગર.......................................................... ૧

દાહોદ............................................................... ૧

ગાંધીનગર......................................................... ૧

જામનગર.......................................................... ૧

ખેડા.................................................................. ૧

મહેસાણા............................................................ ૧

પંચમહાલ.......................................................... ૧

સુરેન્દ્રનગર........................................................ ૧

કુલ................................................................. ૯૦

(9:08 pm IST)