Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

માંડલ સહિતના ફરતાં વિસ્તારો માટે સીતાપુરની ઝાયડસ હોસ્પિટલ ઉત્તમ સારવાર માટે બની આશાનુ કિરણ

મલ્ટી હોસ્પિટલ કોરોના સારવાર, આઈ.સી.યુ, સીટી સ્કેન, ઈકો, ડાયાલીસીસ જેવી ફેસેલીટી ઉપલબ્ધ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : માંડલ તાલુકાના સીતાપુર ખાતે અમદાવાદની ઝાયડ્‌સ હોસ્પિટલ સંચાલિત ઝાયડસ હોસ્પિટલ બનાવવામાં આવી છે માંડલ-વિઠલાપુર-હાંસલપુર રોડ પર હોન્ડા,સુઝુકી અને તેને સંલગ્ન સેંકડો કંપનીઓ આવવાથી આ વિસ્તાર અત્યારે મીની જાપાન તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં અનેક ફ્લેટો, કોમ્પ્લેક્ષોની સ્કીમો પડી છે અહીં અનેક હોટલો-રેસ્ટોરન્ટ, સ્પા સેન્ટરો, બૅન્કવેટ હોલ પણ આવેલા છે અને અહીં વિદેશી સહિતના અધિકારીઓની જમાવટ છે આ વિસ્તારની રોનક વધવાના કારણે રાતદિન ર૪ કલાક આ વિસ્તાર ધમધમી રહ્યો છે માંડલ થી સીતાપુર વચ્ચે અનેક કંપનીઓના કારણે વિસ્તારમાં ખુબ મોટો ફાયદો છે આ કંપનીઓ કુદરતી આફતો હોય કે નાના ગામોનો વિકાસ હોય કે પછી સામાજિક ક્ષેત્રમાં દાન આપવાનું હોય કે પછી કોઈ સુેવાનું કાર્ય કરવાનું હોય આ કંપનીઓ હંમેશા અગ્રેસર રહી છે. માંડલ તાલુકાના સીતાપુર ગામથી ૧ કિ.મી દુર સુઝુકી કંપની દ્વારા સૂઝુકી પોદાર શાળા બનાવવામાં આવેલી છે આ શાળાની બરોબર સામે સુઝુકીના સહીયારા પ્રયત્નોના કારણે આંખોને વળગે એવી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ બનાવવામાં આવી છે અમદાવાદની સૌથી મોટી મોટી હોસ્પિટલોમાં એક ઝાયડસ હોસ્પિટલ આવેલી તેવી જ અદ્યતન સુવિધાથી સજ્જ હોસ્પિટલ સીતાપુર ખાતે બનાવવામાં આવી છે. આ હોસ્પિટલનું વાતાવરણ એવું કે અહીં આવ્યા પછી તમે કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં બેઠાં હોય તેવી અનુભુતિ થાય છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ દ્વારા મેડીકલ સંશાધનો પોતે જ બનાવવામાં આવી રહ્યાં છે.  આ હોસ્પિટલ દ્વારા સૌપ્રથમ આ વિસ્તારમાં કોરોના મહામારીમાં અદ્દભુત સેવા બજાવવામાં આવી છે અહીં કોરોનાના ર૧ બૅડ ઓક્સિજન અને વેન્ટીલેટર સાથે ઉપલબ્ધ છે     

 આ ઉપરાંત અમદાવાદ-મુંબઈની હોસ્પિટલો જેવી અત્યધન સુવિધા છે આ હોસ્પિટલમાં ખુબ ઓછા ચાર્જથી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે મોટી હોસ્પિટલોમાં રૂપિયા પ૦૦ થી ર૦૦૦ સુધીની ઓ.પી.ડી ફી હોય છે જ્યારે સીતાપુરની ઝાયડસમાં માત્ર ૧૦૦ રૂપિયામાં નવો કેસ લેવામાં આવી રહ્યો છે તદ્દઉપરાંત આ હોસ્પિટલમાં આખંનો વિભાગ, કાનનો , નાકનો વિભાગ, ગળાનો વિભાગ પણ છે તથા સ્પાઈનની સારવાર, અકસ્માત જેવા ગંભીર કિસ્સાઓમાં ઓપરેશન થીયેટર, મેમોગ્રાફી ટેસ્ટ, સી.ટી સ્કેન, ટુ ડી ઈકો ટેસ્ટ, કીડની, લીવરની સર્જરી તેમજ એમ.આઈ.સી.યુ અને ફ્લો.ઈમરજન્સી આઈ.સી.યુની પણ સારવાર મળી રહે છે. અત્યાર સુધીમાં આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓમાં ૧૦૦ ટકાનો રીકવરી રેટ છે અહીં ડોક્ટરોનો પણ સંપુર્ણ સ્ટાફ છે અને ડોક્ટરો અહીં ર૪ કલાક ફરજ બજાવે છે ડોકટરોને રહેવા માટે પણ બાજુમાં ફ્લેટ બનાવવામાં આવ્યા છે

 હોસ્પિટલમાં મેડીસીન, સર્જરીના સાધનો, ઈંજેક્શનો, વેન્ટીલેટર સહિતની તમામ વસ્તુઓ હોસ્પિટલ દ્વારા જ દર્દીઓને પુરી પાડવામાં આવી રહી છે. આ હોસ્પિટલમાં કોઈ પોતાના સ્વજનો આઈ.સી.યુ રૂમમાં કે ઓપરેશન થીયેટરોમાં સારવાર લઈ રહ્યાં હોય અને અંદર તેમને મળવા દેવામાં આવતાં નથી પરંતુ દર્દીઓના સ્વજનો પોતાના દર્દીને જાેઈ શકે તેવી અદ્દભુત ગેલેરી પણ અલગથી બનાવવામાં આવી છે. હોસ્પિટલની પોતાની જ એમ્બ્યુલન્સ છે આ હોસ્પિટલની પોતાની હેલ્પલાઈન નંબર પણ છે. હોસ્પિટલમાં ડોક્ટર સ્ટાફ, નર્સ સ્ટાફ સહિત દર્દીઓ અને સ્વજનોને પણ જમવાની કેન્ટીન અલગ અલગ વિભાગમાં બનાવેલી છે આમ ઓછા ખર્ચે આમાં ગંભીરમાં ગંભીર સારવાર થઈ શકે  તેમ છે આ હોસ્પિટલનું સુત્ર છે કે, બનો સમજદાર કરો સ્વાસ્થયની કદર... આમ ખરેખર માંડલ, વિરમગામ, બહુચરાજી, કડી, દેત્રોજ સહિતના વિસ્તારો માટે આ હોસ્પિટલ આશાનું કિરણ બન્યું છે તેમ ચર્ચાઇ રહ્યું છે. :( તસવીર - જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(6:43 pm IST)