Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

વડોદરાના આજવારોડ નજીક દારૂની હેરાફેરી સમયે પોલીસે દરોડા પાડી 3.24 લાખનો મુદામાલ કબ્જે કર્યો

વડોદરા: શહેરના આજવારોડ હરિકૃષ્ણ ટાઉનશિપ પાસેના ખુલ્લા મેદાનમાં વિદેશી દારૃની હેરાફેરી સમયે જ પોલીસ ત્રાટકી હતી.પોલીસને કોઇ આરોપી મળી આવ્યો નહતો.પરંતુ,વિદેશી દારૃ ભરેલી કાર મળી આવી  હતી.

બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરાતે પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે,આજવારોડ હરિકૃષ્ણ ટાઉનશિપમાં રહેતો કાર્તિક મહેશભાઇ  પરમાર સફેદ કલરની કારમાં વિદેશી દારૃ લઇને આવ્યો છે.જે માહિતીના આધારે પી.આઇ.ની સૂચના મુજબ હરિકૃષ્ણ ટાઉનશિપ પાસે તેઓ તપાસ કરવા માટે ગયા  હતા.તે દરમિયાન એક કાર ખુલ્લા મેદાનમાં ઉભી હતી.તેના ચારેય દરવાજા ખુલ્લા હતા.કારની નજીક એક સ્કૂટર પાર્ક કરેલુ હતું.પોલીસે નજીક જઇને તપાસ કરતા કારમાં મુકેલા બોક્સમાંથી વિદેશી દારૃના ૧,૩૯૨ પાઉચ કિંમત રૃપિયા ૧,૩૯,૨૦૦ ના મળી આવ્યા હતા.જ્યારે આરોપી કાર્તિક પરમાર મળી આવ્યો નહતો.બાપોદ પોલીસે કાર્તિક પરમાર તથા કાર અને સ્કૂટરના ચાલકને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.પોલીસે દારૃ,કાર અને સ્કૂટર મળીને કુલ રૃપિયા ૩.૨૪ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

(5:57 pm IST)