Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

સુરતમાં મોર્નીગ વોકમાં નીકળેલ વૃદ્ધાને નિશાન બનાવી સોનાના ચેઇનની તસ્કરી કરી ગઠિયા છૂમંતર.....

સુરત:શહેરમાં સક્રિય થયેલા બાઇક સવાર સ્નેચરોએ વેસુ વીઆઇપી રોડ પર મોર્નીંગ વોકમાં નીકળેલી વૃધ્ધાને નિશાન બનાવી 15 ગ્રામ વજનની સોનાની ચેઇન કિંમત રૂ. 40 હજાર મત્તાની આંચકીને ભાગી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
અલથાણ વોટર હીલ્સ રેસીડન્સીમાં રહેતા સરસ્વતીબેન દીનદયાળ ચંદા (ઉ.વ. 64) પાંચેક દિવસ અગાઉ સવારે 7.30 વાગ્યાના અરસામાં મોર્નીંગ વોકમાં નીકળ્યા હતા. ઘરેથી નીકળી અલથાણ ચાર રસ્તાથી શ્યામ મંદિર તરફ સર્વિસ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઇક પર બે સ્નેચરો ઘસી આવ્યા હતા. જે પૈકી પાછળ બેઠેલા સ્નેચરે સરસ્વતીબેનના ગળામાંથી 15 ગ્રામ વજનની સોનાની ચેઇન કિંમત રૂ. 40 હજારની આંચકી બાઇક પુર ઝડપે હંકારી અલથાણ ચાર રસ્તા તરફ ભાગી ગયા હતા. ઘટના અંગે સરસ્વતીબેને ઘરે જઇ પતિ અને પુત્ર રોહનને જાણ કરી હતી. પરંતુ તેમની પાસે ચેઇન ખરીદીનું બિલ નહીં હોવાથી જે તે વખતે ફરીયાદ કરી ન હતી પરંતુ ગત રોજ બિલ મળતા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે સ્નેચરોની ભાળ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

(5:51 pm IST)