Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

લોકોની આર્થિક સ્થિતી કફોડી, શાળાઓ ફી ભરવા દબાણ ન કરે : 'આપ' ના શીવલાલ પટેલનો ધ્રુજારો

સરકાર પણ ખાનગી શાળાઓ સામે સરકારી શાળાઓને સધર બનાવવા ધ્યાન આપે

રાજકોટ તા. ૩૦ : હાલ કોરોનાના સમયમાં લોકોની આર્થિક હાલત ખરાબ છે. ત્યારે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ફી બાબતે દબાણ ન કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શિવલાલ પટેલે તાકીદ કરી છે.

તેઓએ જણાવેલ છે કે કોરોના સમયમાં શિક્ષણનું સ્તર નિમ્ન બન્યુ છે. પ્રતિષ્ઠિત ગણાતી ખાનગી શાળાઓમાં ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે ફી નું ધોરણ આકરૂ રાખવુ કે ફી ભરવા દબાણ કરવુ એ યોગ્ય નથી.

સરકારે પણ આત્મચિંતન કરવાની જરૂર છે. લોકો સરકારી શાળા છોડીને અદ્યતન સુવિધા આપતિ ખાનગી શાળાઓમાં જતા શા માટે રહે છે? જો સરકારી શાળાઓમાં જ સારી સુવિધા ઉભી કરવામાં આવે તો ખાનગી શાળાઓ તરફ વળવાની જ વાલીઓ અને વિદ્યાર્થીઓને જરૂર ન રહે. તેમ અંતમાં શિવલાલ પટેલ તેમજ શિક્ષણ સેલના પ્રમુખ દિગ્વીજયસિંહ વાઘેલા (મો.૯૯૭૯૫ ૯૮૯૯૯) એ જણાવેલ છે.

(3:39 pm IST)